UGVCL નો ખારા-લક્ષ્મીપુરા ના ખેડુતોને પુરૂ વળતર આપવાનો ઈનકાર

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, મહેસાણા
મંહેસાણા જીલ્લાના વિસ્તારમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિવિધ જગ્યાએ વિજળી પહોચાડવા વિજ પોલ નાંખવામાં આવતા હોય છે, જેમાં મહેસાણા તાલુકાના ખારા-લક્ષ્મીપુરા ગામના કેટલાક ખેડુતોને મંજુર નથી છતા પણ તેમના ખેતરમાં મહેસાણા જીઈબી દ્વારા ધાક ધમકીઓ આપી વિજપોલ નાખવાની ફરિયાદો સામે આવી રહી છે.
જેમાં મહેસાણા જી.ઈ.બી. એ પોલીસની સહાય લઈ ખેડુત ઉપર દબાણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને ખેડુતને તેમના ખેતરમાં જી.ઈ.બી.ના વિજપોલ નાખવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. જે અંગેની ફરીયાદો સામે આવી રહી છે.

આ પણ વાંચો – મહેસાણા:  60 લાખનુ દહેજ લેવા માટે પત્ની સાથે મારપીટ કરનાર પતી અને સાસુ,સસરા વિરૂધ્ધ ફરિયાદ 

જી.ઈ.બી. દ્વારા ખારા-લક્ષ્મીપુરા ગામના ખેડુતના ખેતરમાં વિજપોલ નાખવાથી સામાન્ય ખેડુત ને જે નુકશાન થઈ રહ્યુ છે એનુ વળતર પણ પુરૂ ચુકવવામાં નથી આવી રહ્યુ, જેથી અહિના ખેડુતો નારાજ જોવા મળ્યા હતા. ખારા – લક્ષ્મીપુરા ગામના ખેડુતોની ફરિયાદ છે કે અદાણી કંપની દ્વારા જે વળતર ખેડુૂતને આપવામાં આવે છે એના કરતા 20 ગણુ ઓછુ વળતર અમને ચુકવાઈ રહ્યુૂ છે.

આ પણ વાંચો – નરેન્દ્ર મોદીની જીવનયાત્રા ઉપર આવતી કાલે સચ્ચીદાનંદ વ્યાખ્યાન આપશે : ભાજપ

જેથી આ નુકશાનના બોઝને અમે સહન કરી શકીયે એવી સ્થીતીમાં નથી. ખેતરમાં વિજપોલ નાખવા બદલ ખેડુત જે વળતર માંગી રહ્યા છે એટલુ વળતર આપવાની ઈનકાર કરતા જી.ઈ.બી. દ્વારા ખેડુતોને જી.ઈ.બી. દ્વારા જણાવાયુ હતુ કે, અમે તો સેવા પુરી પાડી રહ્યા છીયે જેથી અદાણી જેવી પ્રાઈવેટ કંપની જેટલુ વળતર ચુકવી ના શકીયે. આ બાબતે ખારા-લક્ષ્મીપુરાના ખેડુતઓ એ મહેસાણા કલેક્ટર કક્ષાએ પણ રજુઆતો કરી હતી, પરંતુ મહેસાણા કલેક્ટર ઓફીસનુ પણ ખેડુત વિરોધી વલણ સામે આવ્યુ હતુ, એમ ખારા-લક્ષ્મીપુરાના ખેડુતો જણાવી રહ્યા હતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.