ગરવી તાકાત,ગાંધીનગર
હાલની પરીસ્થીતીમાં કોરોના સંક્રમણના પગલે મુશ્કેલી પેદા થઈ શકે છે. જેથી સરકારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે 21 મી સપ્ટેમ્બર બાદ પણ શાળાઓને ખોલવામાં નહી આવે.ગુજરાતમાં વિદ્યાર્થીઓનુ ઓનલાઈન શિક્ષણ જ ચાલુ જ રાખવામાં આવશે, કારણ કે વિધાર્થીઓમાં સોશ્યીલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું શાળાઓ માટે પણ માથાનો દુખાવો બની શકે છે.
આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો
ગુજરાતમાં વિધાર્થીઓના શીક્ષણને લઈ ગુજરાત કેબીનેટે બેઠક યોજી મોટો નીર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારીની ગાઈડલાઈન મુજબ નીર્ણય લેવામાં આવ્યો છે કે 21 મી સપ્ટેમ્બર બાદ પણ શાળાઓને ખોલવામાં નહી આવે. આ નિર્ણયની જાહેરાત શીક્ષણ મંત્રી ભુપેન્દ્ર સીંહ ચુડાસમાંએ કરી હતી.
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ભારત સરકારના અનલોક 4 ની ગાઈડ લાઈન મુજબ રાજ્યના શીક્ષણમંત્રી ભુપેન્દ્રસીંહ ચુડાસમાએ આ બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. આ કેબીટેન બેઠકમાં વિચારણા કરવામાંં આવી હતી કે, 21 મી સપ્ટેમ્બર બાદ શીક્ષણસત્ર શરૂ કરવુ કે નહી? પરંતુ હાલની પરીસ્થિતી જોતા શૈક્ષણીકકાર્યને ચાલુ કરવુ એ કોરોનાના સંક્રમણને નિમત્રંણ આપવા સમાન લાગતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.