જે.પી.નડ્ડા એ ઝારખંડના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વર્ચ્યુઅલી સંબોધતા કહ્યુ હતુ કે, લોકડાઉનમાં બધી પાર્ટીઓ લોક થઈ ગઈ છે પંરતુ અમારી પાર્ટી અત્યારે પણ વર્ચ્યુઅલ રેલીઓ યોજી સંગઠનનુ કામ કરી રહી છે.
લોકડાઉન બાદ ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોષ પુરવા તથા કાર્યકર્તાઓ સાથે સતત સંવાદ જાળવી રાખવા માટે 30 વધુ વર્ચ્યુઅલ રેલીઓ યોજી હતી.
આવતી કાલે સેવા સપ્તાહ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વર્ચ્યુઅલ રેલી યોજવા જઈ રહી છે, આ વર્ચ્યુઅલ રેલીનો ઉદ્દેશ્ય ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન યાત્રાને પ્રચાર-પ્રસાર કરવા માટેનો છે. જેમાં વડાપ્રધાન મોદીએ તેમના સમગ્ર જીવન દરમ્યાન તેમને કરેલી રાજ્ય અને દેશની સેવા અને સમર્પણ બાબત ઉપર કાર્યક્રમ યોજાવાનો છે.
આ પણ વાંચો – આર્થીક સ્વતંત્રતાની બાબતમાં ભારતનો ક્રમ 26 અંક ગબડી 105 માંં ક્રમે પહોંચ્યો
આ કાર્યક્રમમાં મહત્વની બાબત એ છે કે, આધ્યાત્મીક ગુરુ અને તત્વચીંતક તરીકે પ્રસીધ્ધ થયેલા સ્વામી સચ્ચીદ્દાનંદ આ કાર્યક્રમને સંબોધીત કરશે. જેમા તેઓ નરેન્દ્ર મોદીની જીવનયાત્રા અને તેમનુ સમર્પણ અને સેવાભાવ ઉપર આવતી કાલે સાંજે 7 કલાકે પોતાનુ વ્યાખ્યાયાન આપશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત આ વર્ચુઅલ રેલીના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થીત રહેવાના છે.
સ્વામી સચ્ચીદાનંદ તેમના પુસ્તક “મારા અનુભવો” અને “વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો” જે બન્ને 1985 માં પ્રકાશીત થયા હતા, આ પુસ્તકોથી તેમને ખુબ જ નામના મેળવી હતી.