મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના દેથલી ગામની સીમમા એક સગીરાને એકલી જોઈ વિજયસિંહ ગીનુભા દરબાર નામના શખ્શે બળાત્કારનો પ્રયત્ન કરવાની કોશીશ કરી હતી. જેથી સગીરાએ બુમા-બુમ કરતા આસ-પાસથી લોકો ભેગા થઈ જતા આરોપી ભોગબનનાર ને બીભત્સ અને જાતી સુચક ગાળો બોલી તથા મારવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
મળતી માહીતી અનુસાર ભોગ બનનાર યુવતી દેથલી ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં એકલી જઈ રહી હતી ત્યારે સગીરાને એકલી જોઈ વિજયસીંહ ગીનુભા દરબાર નામનો આરોપી પોતાના પલ્સર બાઈક ઉપર આવી સગીરાને ઉભી રહેવાનુ કહેતા યુવતી ઉભી ના રહેતા તેને પોતાનુ બાઈક યુવતીના આગળ આડુ રાખી ઉભુ કરી દીધુ હતુ, બાદમાં તેેને બાઈકમાંથી નીચે ઉતરી યુવતીને જબરદસ્તી રીતે પકડી તેને બાથમાં ભીડી લઈ હતી, અને કહેવા લાગ્યો કે આજે તને હુ જવા નહી દઉ, તેમ કહી યુવતીના શરીર ઉપર અલગ અલગ જગ્યાએ સ્પર્ષ કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ પોતાની ઈજ્જત બચાવવા જોર જોર થી બુમા-બુમ કરવા લાગી જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, અને આસપાસના લોકોએ ભેગા થઈ આ આરોપીથી સગીરાને છોડાવી હતી.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
ભોગ બનનનાર યુવતી સગીરા અને દલિત સમુદાયની હોવાથી આરોપીએ ઘટના સ્થળેથી ફરાર થતા તેને જાતીસુચક અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે, જો મારી સામે પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીસ, એમ કહી આરોપી તેના બાઈક ઉપર બેસી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગેની ફરિયાદ બેચરાજી પોલીસ સ્ટેશનમાં દાખલ થતા બેચરાજી પોલીસે ગુનેગાર દરબાર વિજયસિંહ ગીનુભા રહે. રાંતેજ તા.બહુચરાજી વીરૂધ્ધ ઇ.પી.કો. 354,354 C,341,504,506(2) તથા પોકસો એકટ કલમ 8 તથા એટ્રોસીટી એ.ક.3(1)(R)(S) (W-1) તથા 3(2)(5-A) મુજબ ગુનો દાખલ કર્યો હતો.