ગરવી તાકાત,મહેસાણા
મહેસાણાના વિસનગર રોડ પર આવેલ સોમેશ્વર યુનીહોમ્સ ખાતે રહેતી પરિણીતાને 60 લાખના દહેજ માટે મારઝુડ કરનારા પતી સહીત સાસુ,સસરા વિરૂધ્ધ મહેસાણા એ ડીવીઝન પોલીસ્ટ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ આધારે પોલીસ સ્ટેશને મહિલાને ન્યાય આપાવવા તપાસ શરૂ કરી છે.
આ દહેજના કેસની વિગત એવી છે કે,તેજલબેન પટેલના લગ્ન 6 વર્ષ અગાઉ બી/119,સોમેશ્વર યુનીહોમ્સ. એસ્સાર પેટ્રોટપંપની સામે,વિસનગર રોડ ,મહેસાણા ખાતે રહેતા ધ્રુવ પટેલ સાથે થયા હતા.
આ પણ વાંચો – 38,23,200 રૂ. નો દારૂ ઝડપાયો, દારૂની પેેટીઓનુ અલગ પાડવાનુ સેંટીંગ શોધતા ત્રણ આરોપી મહેસાણા પોલીસના સંકજામાં
તેમના લગ્નના જીવનના શરૂઆતના સમયમાં તેજલ પટેલને તેમના પતી સારી રીતે રાખતા હતા પરંતુ ત્યાર બાદ સમય પસાર થતા તેમના સાસૂ સસરાનો વ્યવહાર બદલાવા લાગ્યો, તારીખ 08/04/2020 ના રોજ તેજલબેન પટેલના સાસૂ સસરાએ તેમના દિકરાને ચઢામણી કરી તેની સાથે મારપીટ કરાવી હતી, જેથી પીડીત મહેલાએ બુમાબુમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ તેમને છોડાવી હતી. ત્યાર બાદ તેજલબેનના સાસુ સસરાએ તેમના દિકરાને કહ્યુ હતુ આ રખડેલીની છે માટે આને જાનથી માર નાખ.
આ પણ વાંચો – મહેસાણાના એસ.આર.પી. કેમ્પ સામે અકસ્માત થતા એક બાઈકસવારનુ મોત
જેથી બીકના માર્યા તેજલબેન પટેલ તેમના સાસરામાંથી તેમના પીયર જતા રહ્યા હતા. ત્યાર બાદ તે તેમની 4 વર્ષની દિકરીના કારણે તેમના સાસરે ગયા ત્યારે તેમના પતીએ જણાવ્યુ કે તુ દહેજમાં કઈ લાવી નથી, જેથી તુ મને પસંદ નથી, જો તારે આ ઘરમાં રહેવુ હોય તો તારે 60 લાખ રૂપીયા તારા બાપાના ઘરેથી લાવવા પડશે, કેમ કે મારે ગાંધીનગર ખાતે એક ફ્લેટ લેવો છે. જેથી તેજલબેને દહેજની મનાઈ કરતા ફરીથી તેમના પતીએ અને સાસુએ મારઝુડ કરી હતી અને ઘરમાંથી બહાર કાઢી મુકતા કહ્યુ હતુ કે પૈસા વગર આ ઘરમાં આવતી નહી અને તારી છોકરીને પણ અહિથી લઈ નીકળી જા.
આ બનાવ બાદ સમાજના લોકોએ પણ આ સમષ્યાનુ સમાધાન કરાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સમાધાન ન નીકળતા તેજલબેન તેમના અને તેમની 4 વર્ષની દિકરી ના ડોક્યુમેન્ટ જે તેમના સાસરે પડ્યા હતા તે લેવા ગયા ત્યારે પણ દહેજની માંગ કરી તેમના પતી અને સાસુ, સસરાએ બેઠ્ઠો માર મારી ફરીથી મારઝુડ કરી હતી,અને ઝાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ
તેજલબેન ઉપર દહેજનો માનશીક ત્રાસ અને વારંવાર મારપીટની ફરીયાદ મુજબ મહેસાણા એ ડીવિઝન પોલીસે મહિલાના પતી ધ્રવ પટેલ,સાસરા કૌશીકભાઈ પટેલ અને સાસુ ગીતાબેન પટેલ વિરૂધ્ધ દહેજ પ્રતીબંધ અધિનીયમ 4 મુજબ અને આઈ.પી.સી. ની કલમ 498એ,504,506(2) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.