ગુજરાતમાં 80 ટકા શાકભાજી અન્ય રાજ્યોમાંથી આવતા હોવાથી મોંઘાદાટ

July 19, 2024

કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ… 80 ટકા શાકભાજી બીજા રાજયોમાંથી આવે છે

શાકભાજીના ઉંચા ભાવ પાછળનુ મોટું કારણ ટ્રાન્સપોર્ટેશન
 યાર્ડમાં દુધી-રીંગણા સિવાય તમામ શાકભાજીના જથ્થાબંધ ભાવ કિલોના રૂા.40-50 કે તેથી વધુ

ગરવી તાકાત, ગાંધીનગર તા. 19 – ગુજરાતમાં વરસાદ સર્વવ્યાપી બની ગયો છે. પરંતુ જે પ્રમાણે વરસાદની જરૂર છે તેનાથી ઓછો વરસાદ વરસ્યો છે જેની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી છે. શરૂઆતથી વરસાદ ઓછો પડતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયુ છે. મોટાભાગનુ શાક અન્ય રાજયોમાંથી આવી રહ્યું છે.

સાબરકાંઠામાં શાકભાજી બજાર મંદીમાં સપડાયું દૂધી સહિતની શાકભાજી સસ્તા ભાવે  વેચવા લાગી

છેલ્લા દોઢ મહિનાથી શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે. લોકો પણ વધેલા ભાવથી અકડાયા છે. હાલ 80 ટકા શાકભાજી કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલથી આવી રહ્યું છે. અન્ય રાજયોમાંથી આવતુ શાકભાજી ગરમીના કારણે બગડી પણ જાય છે. આથી શાકભાજીના ઉંચા ભાવનું મોટુ કારણ ટ્રાન્સપોર્ટેશન છે.

હજુ એક મહિનો ભાવ ઘટવાની રાહ જોવી પડશે. દોઢ મહિનાથી પરીસ્થિતિ અનિશ્ર્ચિત બની છે. આગામી સમયમાં શ્રાવણ માસ શરૂ થશે અને તહેવારો પણ શરૂ થશે ત્યારે ભાવવધારા એ લોકોનું બજેટ વિખેરી નાખ્યુ છે. હવે મણ વરસાદ પર આધાર છે તેમાં પણ અતિવૃષ્ટિ પણ આફત સર્જી શકે છે. જો વધુ વરસાદ ખાબકશે તો પાકનુ ધોવાણ થઈ જશે.

માર્કેટયાર્ડમાં માત્ર 20 ટકા માલની લોકલ સ્થળોએ આવક થઈ રહી છે. રીંગણા, દુધી સીવાય તમામ શાકભાજીના જથ્થાબંધ ભાવ કિલોના રૂા.40-50 કે તેનાથી વધુ છે. જેમાં જથ્થાબંધ ભાવમાં લીંબુનો રૂા.27થી 51, બટેકા રૂા.19થી30, ટમેટા રૂા.65-75, કોથમરી રૂા.25-50, રીંગણા રૂા.10-15, કોબીજ રૂા.30-40, ભીંડો રૂા.35-50, ગુવાર રૂા.50-75, ચોળાસીંગ રૂા.30-60, કારેલા રૂા.22-40, મેથી રૂા.50-60, ડુંગળી રૂા.35-52, આદુ રૂા.92-107, મરચા રૂા.35-60ના ભાવ બોલાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0