મેવડ હાઇવે પર અત્યાર સુધી વીસથી વધુ અકસ્માતનો ભોગ લોકો બની ચૂક્યાં છે
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – મહેસાણાથી અમદાવાદ હાઇવે મેવડ ગામ નજીક પુરઝડપે વાહનો પસાર થાય છે. વાહનોની ગતિ એટલી તેજ હોય છે કે મેવડ ગામ નજીકથી રોડ ક્રોસ કરવો પણ જીવલેણ સાબિત થઇ રહ્યો છે. આ રોડ પર અગાઉ અનેક અકસ્માતની ઘટનાઓ બની ચુકી છે. તેમ છતાં મેવડ ગામ નજીક સ્પીડ બ્રેકર કે લાઇટની સગવડ કરવામાં આવતી નથી. જેના કારણે મેવડ ગામના રહીશો અકસ્માતના ઓથા તળે રોડ ક્રોસ કરવા માટે મજબુર બની રહ્યા છે. મેવડ ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જીવના જોખમે મેવડ ગામના આ રોડ પરથી પસાર થવા મજબુર થવુ પડી રહ્યું છે.
આ ઉપરાંત મહેસાણાથી અમદાવાદ વચ્ચે આવતા મેવડ ગામ પાસે ગુજરાત પાવર એન્જિનીયરીંગ કોલેજ આવેલ છે તેમજ ગ્રામજનોને જવા આવવા માટે આ રોડ ક્રોસ કરીને બોરીયાવી ગામ તરફ તેમજ ગુજરાત પાવર એન્જિનીયરીંગ કોલેજ તરફ જવા માટે રોડ પસાર કરીને જવુ પડે છે. ઘણીવાર જાન લેવાય તેવા અકસ્માતો આ રોડ પર સર્જાઇ ચૂક્યા છે.
જેથી આ વિસ્તારના લોકો વાહન ચાલકો તેમજ વિદ્યાર્થી ભાઇ બહેનોની માંગણી છે છે કે આ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર બમ્પ અને સર્કલ તેમજ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તો મોટા સાધનો પોતાની ગતિ મર્યાદા ધીમી પાડ શકે અને લોકો અને વિદ્યાર્થીનીઓ આ રોડ ઉપર સરળતાથી અવર જવર કરી શકે અને આ રોડ ઉપર રાત્રિના સમયે અંધારુ રહેતુ હોવાથી સ્ટ્રીટ લાઇટીંગ તેમજ ચાર રસ્તા ઉપર સર્કલ બનાવી આપવામાં આવે તેવી તેમજ આજદીન સુધીમાં વીસ અકસ્માત સર્જાઇ ચૂક્યા છે.
અને વારંવાર ગુજરાત સરકારમાં અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી કયારે જાગશે તેવી લેખિત રજૂઆત સાથે માગ પાટણ જિલ્લા સમસ્યા મંચ ના સંયોજક શૈલેષ નાયી પત્રકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી (ભારત સરકાર) તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજ્ય સાંસદ હરિભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, ધારાસભ્ય મહેસાણા વિધાનસભા અને કાર્યપાલક ઇજનેર સ્ટેટ હાઇવે માર્ગ અને મકાન વિભાગ મહેસાણાને શૈલેષ નાયી પત્રકાર દ્વારા પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.