મહેસાણા નગરપાલીકાની સાધારણ સભામાં – વિવાદાસ્પદ સીટી બસ 8 રૂટ પર દોડશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

ચોમાસાની ઋતુ વચ્ચે જ્યારે મહેસાણા શહેરના જાહેર માર્ગો તથા નાળા બીસ્મારભરી હાલત છે. એવામાં નગરપાલિકાની સાધારણ સભા ટાઉનહોલ ખાતે મળી હતી. આ સાધારણ સભામાં શહેરના વિવિધ કામોને લઈ નિર્ણય લેવાયા હતા. જેમાં મુખ્ય નિર્ણય શહેરની વિવાદાસ્પદ સીટી બસને લઈ લેવાયો હતો. આ સાધારણ સભામાં સીટી બસને મંજુરી આપવામાં આવી હતી. જેથી હવે ટુંક સમયમાં મહેસાણાના 8 રૂટ પર આ સીટી બસ હવે દોડતી થશે.

આ પણ વાંચો – રક્ષાબંધનના દિવસે મહેસાણામાં સીટી બસની સેવા શરૂ કરાશે

તમને જણાવી દઈયે કે, મહેસાણા શહેરમાં સીટી બસ દોડાવવા માટે કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી ગુરૂકૃપા ટ્રાવેલ્સ સાથે એગ્રીમેન્ટ કરી વર્કઆઉટ પણ આપી દેવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં લાંબા સમય બાદ ફરી શહેરીજનોને સીટી બસની સેવા મળવા જઇ રહી છે. અગાઉના સમયમાં સીટી બસ શરૂ કરવાને લઈને વિવાદો સર્જાતા હતા. જાેકે, હવે આખરે વિવાદોનો અંત આવતા ફરી એકવાર શહેરના નાગરિકોને સીટી બસ સેવાનો લાભ મળશે. સીટી બસ સેવાના લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાય તેવી શક્યતાઓ પણ  છે.

આ પણ વાંચો – બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન

તમને જણાવી દઈયે કે, મહેસાણા શહેરમાં સીટી બસ શરૂ કરાવવાની પ્રક્રીયા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં સીટી બસ શરૂ થાય એના પહેલા જ કૌભાંડની ચર્ચા સામે આવી હતી.  બસની ખરીદીમા લાખો રૂપીયાનુ કૌંભાડ થયાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ મામલે અગાઉ નવેમ્બર 2020માં નગરપાલીકાના ચીફ ઓફીસરની ચેમ્બરમા હોબાળો પણ થયો. જેમાં આ ખરીદી મામલે કોગ્રેસે કરેલ આરટીઆઈની વિગતો આપવામાં ચીફ ઓફિસર દ્વારા આનાકાની કરવામાં આવી હતી.  કોંગ્રેસના નેતાઓની ઉગ્ર રજુઆતના પગલે તેમની વિરૂધ્ધ ગુનો પણ દાખલ કરાયો હતો.  હવે જ્યારે આ મામલો માંડ માંડ શાંત પડ્યો છે ત્યારે મહેસાણા શહેરમાં રક્ષાબંધનના દિવસે સીટી બસની સેવા શરૂ કરવામાં આવી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.