બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન

શેર કરવા અહીં ક્લિક કરો.

બેચરાજીના શંખલપુર ગામને રાજ્ય સરકાર દ્વારા આધુનીક ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમ છતાં અહીના રસ્તાઓ એટલા ખખડધજ છે કે વરસાદનુ પાણી ખાડામાં ભરાઈ જતાં દેખાતા પણ નથી. જેથી શંખલપુરના માર્ગ પરથી પસાર થનારા વાહનોના અનેક વાર અકસ્માત પણ થાય છે. બેચરાજી- શંખલપુર રસ્તાને રીપૈર કરવા અનેકવાર રજુઆતો પણ કરાઈ છે પરંતુ તેમ છતાં આ સમષ્યાનુ નિકાલ નહી થતાં સ્થાનિક ધારાસભ્ય ભરત ઠાકોરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બેચરાજીથી શંખલપુર જતા રસ્તો બીસ્માર હોવાથી આસપાસના 25 જેટલા ગામના લોકોને અવર જવરમાં હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં પડેલા ખાડામાં વાહનો પટકાતા હોવાથી અકસ્માતો પણ સર્જાય છે. જેથી આ અંગે સ્થાનિક ધારાસભ્યે આ અંગે ડેપ્યુટી સીએમ નીતીન પટેલને પત્ર લખી દિન -10 માં રસ્તો રીપૈર કરવા માંગ કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે નાયમ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે, જો આ રસ્તો 10 દિવસમાં રીપૈર કરવામાં નહી આવે તો હુ આસપાસના 15 ગામના લોકો સાથે મળી આંદોલન કરીશ.

આ પણ વાંચો – મહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી ગયા ?

બેચરાજી એ રાજ્યના કેટલાક યાત્રાધામો પૈકી એક પ્રખ્યાત યાત્રાધામ છે જેથી અહીયા દેશભરના યાત્રીઓ આવતા હોય છે. ઉપરાંત શંખલપુરમાં મુખ્યમંદીર હોવાથી યાત્રીઓ શંખલપુર જવાનુ પણ ચુકતા નથી. પરંતુ બેચરાજીથી શંખલપુરનો રસ્તો બીસ્માર હોવાથી લોકોને યાત્રીઓને હાંલાકીને સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેક રસ્તાઓ સીઝનના પહેલા જ વરસાદમાં તુટી જતા હોય છે. જેમાં રસ્તાઓનુ લોટ જેવુ કામ કોંન્ટ્રાક્ટરો,અધિકારીઓ અને નેતાઓની મીલીભગતના કારણે થતુ હોવાનુ પણ જગજાહેર છે. જેથી આ મામલે ગયા વર્ષ ભરત ઠાકોરે નીતીન પટેલને પત્ર લખી રજુઆત કરી હતી કે,  રાધે એસોશીયેટ જેવી કંપનીઓ જીલ્લામા રોડ,રસ્તા,બ્રીજ અને અન્ય બાંધકામ નુ કામ કરે છે, અને તે જે એસ્ટીમેટ બતાવે એટલુ જ સરકાર દ્વારા મંજુર કરાતુ હોય છે તેમ છતા રોડ અને બ્રીજ તુટી જાય છે. તો આવી કંપનીઓએ ફરીથી કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ બ્લેક લીસ્ટ કરવામાં આવે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.