મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અશોકભાઇ ચૌધરીના આમંત્રણને માન આપી આજે વહેલી સવારે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂલર ડૅવલોપમેન્ટ એટલે કે નાબાર્ડના ચેરમેન જી.આર. ચિતાલા મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા. અહિયા નાબાર્ડના ચેરમેર અને તેમની ટીમનુ સ્વાગત ડિસ્ટ્રીકટ બેન્ક મહેસાણાના ચેરમેન વિનોદભાઈ પટેલ દ્વારા કરાયુ હતુ.
આ દરમિયાન તેઓએ સંસ્થાના ચેરમેન અશોકભાઇ ચૌધરી સાથે હળવાશની ક્ષણો વિતાવી દૂધસાગર વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી . આવનાર સમયમાં દૂધસાગર ડેરીના સર્વાંગી વિકાસ માટે નાબાર્ડ અને મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે મળીને ગ્રામીણ ભારતના વિકાસમાં શું કામ કરી શકે ? તે વિષય ઉપર ચર્ચા વિચારણા કરી આ દિશામાં આગળ વધવાનો બંને પક્ષે અવકાશ અને આવકાર વ્યક્ત કરવામાં આવી હતો.
આ પણ વાંચો – મહેસાણા નગરપાલીકાની સાધારણ સભામાં – વિવાદાસ્પદ સીટી બસ 8 રૂટ પર દોડશે !
નાબાર્ડના ચેરમેન સાથે ડી.કે. મિશ્રા (ચિફ જનરલ મેનેજર નાબાર્ડ , ગુજરાત રિઝનલ ઓફિસ), દેવાસીષ પાઢી (ચિફ જનરલ મેનેજર , હેડ ઓફિસ) , બી કે સિંગલ (જનરલ મેનેજર , ગુજરાત), વિશાલ શર્મા (ડૅપ્યુટી જનરલ મેનેજર,ગુજરાત) , સિનીયર ઓફિસર (ગુજરાત ઓફિસ) અને રાહુલ પાટીલ ( ડ્રિસ્ટીકટ ડૅવલોપમેન્ટ ઓફિસર ,મહેસાણા) પણ મહેસાણા ખાતે વહેલી સવારે દૂધસાગર ડેરી ની મુલાકાતે પહોંચ્યા હતા.