કડી : બજારમાં પાર્ક કરેલા વાહનને પોલીસ તંત્રએ કર્યુ લોક, વેપારીઓનો હોબાળો

શેર કરવા અહીં ક્લિક કરો.
કડીની બજારોમાં પાર્કીંગની વ્યવસ્થા ના હોવાથી વેપારીઓ તથા ગ્રાહકોને રોડની સાઈડમાં પોતાના વાહન પાર્ક કરવા પડતા હોય છે. એવામાં એક વેપારીના વાહનને કડી પોલીસ દ્વારા લોક કરી ડીટૈન કરી દેવામાં આવતા હોબાળો મચ્યો હતો. અને સાથે માંગ ઉઠી હતી કે જો ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવે તો આસાનીથી પાર્કીંગની સમષ્યા દુર થઈ શકે એમ છે. 
 
કડીમાં ઠેર ઠેર દબાણ એક બાજુ મોટા પાયે વધી રહ્યા છે, ત્યારે જાહેર માર્ગો પર વાહન પાર્કિંગ કરવા માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે શહેરની અંદર અલગ અલગ બજારોમાં વાહનો પાર્કિંગને કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ કડી નગરપાલિકા સામાન્ય ઝૂંપડી બનાવીને રહેતો ગરીબ પરિવારનું ધર તોડી નાખવામાં રસ ધરાવે છે .અને તે ગરીબ પરિવારનું ધર દબાણમાં નડતર રૂપ બની રહે છે તો તેને દબાણ કહી ને હટાવવા માં આવે છે.તો શહેરની અંદર ઠેર ઠેર લોકોએ હદથી વધારે જે મસમોટા સેડ બનાવી ને બહાર આવી રહ્યા છે તે કડી નગરપાલિકા ને જોવામાં જ નથી આવતું કે શું?
 
કડી શહેરમાં આવેલ તાલુકા પંચાયતની સામે આવેલ ખોડીયાર ચેમ્બર્સમાં વાહન પાર્કિંગ કરવાની સમસ્યાઓ ખૂબ મોટી બની રહી છે. ત્યારે અહી આવતા ગ્રાહકો પોતાના વાહન સાથે લઇને આવતા હોય છે. ત્યારે તે ગ્રાહકોને પોતાના વાહન કયા પાર્કિંગ કરવા તે મોટી મુસીબતમાં મેકાઈ જતા હોય છે. એવામાં બીજી તરફ કડી પોલિસ પ્રશાસન પોતાનો ટારગેટ પૂરો કરવા માટે જાહેર માર્ગો પર વાહન પાર્કિંગ કરેલ  બાઇક કે ગાડીઓને લોક મારી દેવા માં આવતા હોય છે.  તેવું લોકો દ્ધારા જાણવાં મળ્યું છે. સાથે સાથે આ સામન્ય માણસો પાસેથી તે પોતાના વાહન છોડાવવાના મસ મોટા રૂપિયા લેવામાં આવતા હોય છે, કાતો તે વાહન પોલીસ દ્વારા તેને ડીટેન કરવામાં આવી રહ્યા છે.
 
કડીમાં પોલીસ દ્વારા વાહનને લોક કરાયુ
ખોડીયાર ચેમ્બર્સ ની બહારની બાજુમાં આવેલ જાહેર રોડની બાજુમાં કોઈ વેપારી એ પોતાની ગાડી બહાર પાર્કિંગ કરવામાં આવી હતી. તે દરમ્યાન કડી પોલીસ દ્વારા જાહેર માર્ગેની સાઈડની બાજુમાં પાર્ક કરેલ ગાડીને લોક મારીને જતા, લોકો માં ભારે રોષ ફેલાઇ ગયો હતો.  સમગ્ર અહીના વેપારીઓ ભેગા મળીને તે ગાડીને રસ્તાના જાહેર માર્ગે પર લાવીને સમગ્ર રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.આવી ખોટી રીતે વાહનો સામે દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે અને સામન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. તે માટે સમગ્ર વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના અઘિકારીઓ સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
 

આ પણ વાંચો – કડીના અલગ અલગ વિસ્તારમાં ગટરોના ઢાંકણા બિસ્માર હાલતમાં – નગરપાલિકા અકસ્માતની રાહ જોઈને બેઠી છે ?

 
કડી નગરપાલિકા આવા જે મસમોટા શહેરની અંદર દબાણ વધારી રહ્યા છે, તેની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ? અને  જે દબાણ વધી રહ્યા છે તેને ક્યારે દૂર કરવામાં આવશે ? જેથી કરી બજારોની અંદર વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે તે કયારે ઓછી થતી જોવા મળશે ? આવા સવાલો આ હોબાળા દરમ્યાન ઉઠ્યા હતા. આ સીવાય પણ પોલીસની આ કાર્યવાહી બાદ સવાલો ઉઠ્યા હતા કે,  બજારો  અંદર જે આવતા ગ્રાહકોને  આ વાહન પાર્કિંગ કરવાની વ્યવસ્થા મળતી નથી તેને કારણે દુકાનની બહારના ભાગમાં જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરવુ પડે છે.  આથી પોલીસ તંત્ર દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં રોષ પેદા થયો હતો. 
 
અહિયા વેપારીઓ દ્વારા હોબાળો થતા માંગ ઉઠી હતી કે, દબાણોના કારણે પાર્કીંગની વ્યવસ્થા નહી હોવાથી ગ્રાહકો તથા વેપારીઓને જ્યાં ત્યાં વાહન પાર્ક કરવુ પડતુ હોય છે. એવામાં પોલીસ દ્વારા આ વાહનો ડીટૈન નહી કરવા ખોડીયાર ચેમ્બર્ચના વેપારીઓએ માંગ ઉઠાવી હતી.  આ અંગે સોશીયલ મીડિયા જે વિડીઓ વાયરલ થયો છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ તંત્ર આ કામગીરી કરીને વાહન ચાલકો પાસે થી મસ મોટા હપ્તા લઈ રહ્યુ છે.  તેવો લોકો દ્ધારા પોલીસ તંત્રના અધિકારીઓ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા.
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.