અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રક્ષાબંધનના દિવસે મહેસાણામાં સીટી બસની સેવા શરૂ કરાશે

July 28, 2021
City Bus Mehsana

મહેસાણા શહેરમાં આખરે રાહ જાેઈ રહેલા લોકો માટે સીટી બસની સેવા ઘણા વર્ષ બાદ ફરી શરૂ થશે. અગાઉ રાજકીય પક્ષોના વિવાદના કારણે સીટી બસ સેવામાં અડચણો ઉભી થઇ હતી, પરંતુ હવે સીટી બસનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. આગામી ૨૨મી ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પાલિકા દ્વારા શહેરની બહેનોને સીટી બસ સેવાની ભેટ આપવામાં આવનાર છે.

આ પણ વાંચો – વિસનગરનુ પીંઢારીયા તળાવ વિકસાવવા 3.61 કરોડનો કર્યો ખર્ચ – પરંતુ ભ્રષ્ટાચારથી ભાજપ વિરૂધ્ધ લોકોમાં રોષ !

મહેસાણા શહેરમાં શ્રાવણ માસથી સીટી બસ ફરી શરૂ કરવામાં આવશે. જે મુજબ સીટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી ગુરૂકૃપા ટ્રાવેલ્સ સાથે એગ્રીમેન્ટ કરી વર્કઆઉટ પણ આપી દેવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં લાંબા સમય બાદ ફરી શહેરીજનોને સીટી બસની સેવા મળવા જઇ રહી છે. અગાઉના સમયમાં સીટી બસ શરૂ કરવાને લઈને વિવાદો સર્જાતા હતા. જાેકે, હવે આખરે વિવાદોનો અંત આવતા ફરી એકવાર શહેરના નાગરિકોને સીટી બસ સેવાનો લાભ મળશે. સીટી બસ સેવાના લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:20 pm, Dec 9, 2024
temperature icon 16°C
few clouds
Humidity 22 %
Pressure 1017 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 16 mph
Clouds Clouds: 13%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:11 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0