ખેરાલુમાં ડીગ્રી વગર દવાખાના ચલવતા નકલી ડોક્ટરો બેફામ બન્યા છે. જેમાં કોઈ પણ પરવાનગી કે સર્ટીફીકેટ વગર દવાખાના ચલાવતા ડોક્ટરો લોકોનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ગેરકાનુની રીતે પ્રેક્ટિસ કરતા અનેક નકલી ડોક્ટરોને એક MBBS ડોક્ટર છત્રાછાયા પુરી પાડી રહ્યાનુ સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લાના ખેરાલુમાં નકલી ડોક્ટરો લોકોના પૈસા લુંટી મનફાવે તેમ ઈલાજ કરી રહ્યા છે. આ ગોરખધંધામાં ખેરાલુ શહેરનો એક પ્રખ્યાત ડોક્ટર પણ સામેલ છે. જે આવા નકલી ડોક્ટરોને છત્રછાયા પુરી પાડી રહ્યો છે. ડીગ્રી વગરના ડોક્ટરો નાના-મોટા દવાખાના ખોલીને બેસી ગયા છે. આ લોકોની ડીગ્રી પર કેટલાક લોકોને શંકા જતાં તેમને પુછવામાં આવતાં નકલી ડોક્ટરોએ જણાવેલ કે આ દવાખાનુ ડો. દશરથભાઈ વિ. નાયકની રહેમરાહે ચાલી રહ્યુ છે, જેથી તેમની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી શક્ય નથી.
સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે, ખેરાલુમાં બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમતી રાખવા માટે ડો. દશરથ વિ. નાયકને પૈસા આપવામાં આવે છે. તપાસ આવે ત્યારે નકલી તબીબો ડો. નાયકને બોલાવી પોતાનુ પાપ છુપાવી લેતા હોય છે. તપાસ દરમ્યાન “આ દવાખામાં તેઓ પ્રેક્ટિસ કરે છે” એમ કહી ડો. નાયક નકલી તબીબોને બચાવી લેતા હોય છે. ડો. નાયક શહેરનો એક નામચીન ડોક્ટર હોવાથી આ કૌભાંડમાં ઉંડાણપુર્વક તપાસ થવી જોઈયે. જેથી તેમની સંડોવણી વિષે સાચી હકીકત બહાર આવી શકે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે ગરવી તાકાત દ્વારા અગાઉ એક અહેવાલ પ્રકાશીત કરવામાં આવ્યો હતો. જેથી ડો. દશરથભાઈ વિ. નાયકનો પુત્ર “જે ખેરાલુમાં પીડીયાટ્રીશીયન તરીકે દવાખાનુ ચલાવે છે” નિપુલ નાયકે ગરવી તાકાતના મેનેજમેન્ટને ફોન કરી અલગ જ અંદાજમાં અમારા અખબારનુ સરનામુ માંગ્યુ હતુ. તો શુ ડો. નિપુલ તેમના પિતાનુ પાપ છુપાવવા અમારૂ સરનામુ માંગી કાયદાકીય ચુંગાળમાં ફસાવવાની ધમકી આપવા માંગતો હતો ?