ભારતીય રાજનીતીમાં અનેક નેતાઓ એવા નિવેદનો કરતા હોય છે કે, જેને બાદમાં પાર્ટીના શિર્ષ નેતૃત્વએ નિવેદનને ડીફેન્ડ કરવા અથવા અર્થો સમજાવવા આવતુ પડતુ હોય છે. કેટલાક કીસ્સામાં પાર્ટીઓ “આ નિવેદન પાર્ટીનુ નથી” તેમ કહી કીનારો પણ કરી લેતી હોય છે. આવુ જ એક નિવેદન કોંગ્રેસમાંથી હમણા જ ભાજપમાં જોડાયેલ નેતા સાગર રાયકાએ આપ્યુ છે. મહેસાણાના કમલમ્ ખાતે તેઓએ ભાજપને પણ મુશ્કેલીમાં મુકી દે તેવુ નિવેદન આપ્યુ હતુ.
સોમવારના રોજ સાગર રાયકાએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. દિલ્લી ખાતે વિનોદ ચાવડાની હાજરીમાં તેઓ ભાજપ સાથે જોડાયા હતા. કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયા બાદ તેઓ પ્રથમવાર આજે મહેસાણાના કમલ્મ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ તેમનુ વાજતેગાજતે સ્વાગત પણ કર્યુ હતુ. આ દરમ્યાન રજનીભાઈ પટેલ, જશુભાઈ પટેલ, મયંકભાઈ નાયક જેવા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કમલમ્ ખાતેની મુલાકાત દરમ્યાન તેમને નિવેદન આપતા કહ્યુ હતુ કે, તેઓ ઘણા લાંબા સમયથી કોંગ્રેસની કાર્યપધ્ધતીથી નારાજ હતા. બાદમાં તેમને ભાજપને પણ મુશ્કેલીમાં મુકી દે એવુ નિવેદન કરતા જણાવ્યુ હતુ કે, ભાજપને જેમ જેમ જરૂરત પડશે તેમ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાતા જશે. ગુજરાતના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાવા તલપાપડ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેથી સોશીયલ મીડીયા સહીત લોકમુખે એવુ ચર્ચાય છે કે, કોંગ્રેસના નેતાઓને ભાજપ ખરીદી લે છે તેથી તેઓ વિચારધારાને નેવે મુકી કોંગ્રેસને અલવીદા કહી દેતાં હોય છે. જેમાં રાજ્યસભાની ચુંટણીઓ દરમ્યાન ભાજપને પોતાના ઉમેદવારો જીતાડવા ખુટતા ધારાસભ્યોને ખરીદી લેવામાં આવે છે. સાગર રાયકાનુ આ નિવેદન પણ ક્યાંકને ક્યાંક એ તરફ ઈશારો કરી રહ્યુ હોય તેમ જણાઈ રહ્યુ છે. જેમાં તેમને આજરોજ કહ્યુ હતુ કે, ભાજપ ને જેમ જરૂરત હશે તેમ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે.