- ભદ્ર સમાજની શરમજનક ઘટના સામે આવી
- કુમળા બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરતા લોકોમાં કોન્ટ્રાકટર સામે રોષ ની લાગણી
- કોન્ટ્રાકટર નિરંજન પટેલ દ્વારા બાળકો જોડે કામ કરાવાઈ રહ્યું છે કામ
- ભણવાની ઉંમરે કોન્ટ્રાકટર દ્વારા વિવિધ લાલચ આપી કરાવાઈ રહી છે મજૂરી
નાની કડી વિસ્તારની સોસાયટીમાં રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાકટર નિરંજન પટેલ બાળકો પાસે કામ કરાવતા હોવાનો વિડિયો વાયરલ થતાં લોકોમાં કોન્ટ્રાકટર ઉપર આક્રોશ ફૂટી નીકળ્યો છે. લોકો દ્વારા કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરી તેની સામે ગુનો નોંધવા માંગણી કરવામાં આવી રહી છે.
નાની કડી ગ્રામ પંચાયત હસ્તકની અયોધ્યા નગર સોસાયટીમાં 15 માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ બનાવવાનું ટેન્ડર નિરંજન પટેલ નામના શખ્સની કંપનીને લાગ્યું છે. નિરંજન પટેલે અયોધ્યા નગર સોસાયટીમાં રોડ બનાવવા માટે બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. અયોધ્યા નગર સોસાયટીમાં એક તરફ રાત્રીના સમયે રોડ બનાવવાની ગેરકાયદેસર કામગીરી સાથે જેમાં ભણવાની ઉંમરે નાના બાળકોને વિવિધ લાલચ આપી તેમની પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડિયો કોઈ જાગૃત શખ્શે વાયરલ કરી દેતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ભણવાની અને રમવાની ઉંમરે નાના ભૂલકાઓ જોડે કામ કરાવતા કોન્ટ્રાકટર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે. બાળમજૂરીને પ્રોત્સાહન આપતા આવા લાલચુ કોન્ટ્રાકટરને સરકારી કોન્ટ્રાકટર માંથી બ્લેક લીસ્ટ કરી તેની સામે ગુનો નોંધવા જાગૃત નાગરીકો માંગણી કરી રહ્યા છે.
હલકી ગુણવતા નો રોડ બનાવવા રાત્રિ દરમ્યાન કામ ચાલુ કરાયું
નાની કડી વિસ્તારની અયોધ્યા નગર સોસાયટીમાં 15 માં નાણાં પંચ માંથી આર.સી.સી.રોડ બનાવવાનું કામ મજૂર થયું છે. જે કામ નિરંજન પટેલ નામનો કોન્ટ્રાકટર કરી રહ્યો છે. આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પોતાના લોટ જેવા કામ પર પદડો પાડવા માટે રાત્રી દરમ્યાન કામગીરી હાથ ધરી હતી જેમાં બાળકો સાથે પણ મજુરી કરાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. બાળકોને મજુરીના પૈસા ઓછા આપવા પડે તે માટે આ કામગીરીમાં બાળકોનો ઉપયોગ કરતો હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે પણ આ કામગીરી દરમ્યાન કોઈ અધિકારી પણ તપાસ માટે હાજર રહેતા નથી. તેથી આ ભ્રષ્ટાચારમાં અધિકારીઓની શંકાસ્પદ ભુમીકા પણ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. જેમાં કોઈ પણ જાતનુ મટીરીયલ ચેકીંગ પણ કરવામાં આવતુ નથી.