કડીના અલગ અલગ વિસ્તારમાં ગટરોના ઢાંકણા બિસ્માર હાલતમાં – નગરપાલિકા અકસ્માતની રાહ જોઈને બેઠી છે ?

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી નગરપાલિકા એક બાજુ વિકાસની વાત કરીને લોકોને મૂર્ખ બનાવી રહી છે. ત્યારે કડી શહેર વિસ્તારમાં આવેલ ગટર લાઇનના ઢાંકણા તૂટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરની અંદર હજુ જોવે તેવો વરસાદ પડ્યો પણ નથી અને શહેર ની અંદર આવેલ જાહેર રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે તેના કારણે પણ ત્યાંથી નીકળતા વાહનચાલકો ને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ રસ્તા ને કારણે ત્યાંથી નીકળતા વાહનો સામે નજર પડતાં જાણે ડિસ્કો રોડ પરથી પસાર થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – કડીના મંદિરમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો – અનેક ગુના કબુલ્યા !

શહેર ના અલગ અલગ વિસ્તારમાં ગટર ના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અને આ ઢાંકણા જાણે કોઈ વાહનચાલક નો જીવ લેશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે આવા રોડ રસ્તા પર ઢાંકણા તૂટી ગયા હસે ને ત્યાં જ પાણી ભરાઇ ગયું હશે ને ત્યાંથી નીકળતા કોઈ વાહનચાક આ તૂટી ગયેલ ઢાંકણા ને કારણે કોઈ અકસ્માત થશે કે પછી કોઈ રાહદારી ચાલી ને જઈ રહ્યા હશે ને ત્યાં ખુલ્લા ઢાંકણા ની અંદર પડી જશે અને કોઈ મોટી જાનહાનિ થશે તો કોની જવાબદારી રહેશે.

આ પણ વાંચો – વિસનગરનુ પીંઢારીયા તળાવ વિકસાવવા 3.61 કરોડનો કર્યો ખર્ચ -પરંતુ ભ્રષ્ટાચારથી ભાજપ વિરૂધ્ધ લોકોમાં રોષ !

કડી નગરપાલિકાના અધિકારીઓ આ જાહેર માર્ગો પર અનેક વાર દિવસમાં પસાર થઈ રહ્યા છે તો શું નગરપાલિકા ના અધિકારીઓ ને આ તૂટી ગયેલ હાલતમાં ગટર ના ઢાંકણા જોવામાં જ નહિ આવતા હોય ? કે પછી નગરપાલિકા આ ઢાંકણાને કારણે કોઈ મોટું નુકશાન કે અકસ્માત ની રાહ જોઈને બેસી રહ્યું છે ? કડી નગરપાલિકાના અધિકારીઓને કેમ જાહેર જનતાને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં કોઈ રસ જ નથી લાગતો કે શું? કડીની જાહેર જનતા અનેક પ્રકારનાના ટેક્સ ભરવા આવી રહ્યા હોવા છતાં પ્રજા જનોને શહેરની અંદર પુરતી સગવડ કેમ મળી રહેતી નથી.

આ પણ વાંચો – બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન

નગરપાલિકા કોઈ સામન્ય નાગરિકનો પાણી વેરો,ઘરવેરો કે અન્ય  કોઈ પણ પ્રકારનાના વેરા જો ભરવામાં ના આવે તો તેને દબાણ પુર્વક  તેને નગરપાલિકા ના વેરા ભરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે તો કેમ નગરપાલિકા ના અઘિકારીઓ ને પણ જે કડી ની જાહેર જનતા ને પડતી મુશ્કેલીઓ દૂર કેમ કરવામાં નથી આવતી. નગરપાલિકા કેમ ઠેર ઠેર તૂટી ગયેલ ઢાંકણા બદલવામાં કોઈ રસ ધરાવતી જ નથી કે શું? ક્યારે આ કડી શહેરના  અલગ અલગ વિસ્તારમાં  આવેલ ગટર લાઇન ના ઢાંકણા બદલવાની કે રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે તે જોવા નું રહી ગયું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.