કેરળ : કેસ વધતા રાજ્યમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપુર્ણ લોકડાઉન

શેર કરવા અહીં ક્લિક કરો.

કેરળમાં વધતા કેસે દેશમાં ચિંતા વધારી છે. કેરળે એક વાર ફરી વધતા કેસને જાેતા ફરી પ્રતિબંધો વધારી દીધા છે. કેરળમાં આ વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. કોરોનાના ગઢ બનેલા કેરળમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ આ સમયે કેરળની જાેવા મળી રહી છે. દેશમાં આવનારા કોરોના દર્દીની સંખ્યાનો 50 ટકા ભાગ કેરળથી છે. બુધવારે અહીં 22056 નવા કેસ આવ્યા છે અને સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,27,301 થઈ છે જ્યારે 131 લોકોના મોત થયા છે અને વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 16457 થઈ છે.

આ પણ વાંચો – મોદી નકલી OBC, NEET માં આરક્ષણ ખતમ કર્યુુ, પછાત જાતિની વસ્તી ગણતરી પણ નથી ઈચ્છતા : ઓમ પ્રકાશ રાજભર

રાજ્ય સરકારે એક જાહેરાતમાં કહ્યું કે 17,761 લોકો સંક્રમણથી સાજા થયા છે. જેનાથી અત્યાર સુધી કુલ સાજા થનારાની સંખ્યા વધીને 31,60,804 થઈ છે. રાજ્યમાં હાલ સારવારઆધિન દર્દીઓની સંખ્યા 1,49,534 થઈ છે. ગત 24 કલાકમાં 1,96,902 નમૂનાની તપાસ કરવામાં આવી અને સંક્રમણ દર 11.2 ટકા નોંધાયો છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 2,67,33,694 સેમ્પલની તપાસ કરાઈ છે.

રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં 3931 , ત્રિશૂરમાં 3005, કોઝિકોડમાં 2400 , એર્નાકુલમમાં 2397 , પલક્કડમાં 1649 અને કોલ્લમમાં 1462 , અલાપ્પુઝામાં 1461 , કન્નૂરમાં 1179 , તિરુવનંતપુરમમાં 1101, કોટ્ટાયમમાં 1067 કેસ આવ્યા છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે નવા મામલામાં 100 સ્વાસ્થ્ય કર્મી સામેલ છે. રાજ્યમાં વિભિન્ન જિલ્લાના હાલ 4,46,211  લોકો ઓબ્જર્વેશનમાં છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.