#રેપ_અટેમ્પ્ટ_વડનગર : વાડામાં મહિલાને એકલી જોઈ બળાત્કારનો પ્રયાસ કરનાર વિરૂધ્ધ ફરિયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના  ગામમા રહેતી એક મહિલાને ઢોરના વાડામાં એકલી જોઈ તેના ગામના એક શખ્સે પાછળથી આવી પકડીને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ બુમા-બુમ કરી દેતા નજીકમાંથી તેમના કૌટુંબીક દિયર આવી ગયા હતા. જેથી બળાત્કારનો પ્રયાસ આરોપી નાસી ગયો હતો. આ બનાવની જાણ વડનગર પોલીસને થતા આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ

વડનગર તાલુકાના બાબીપુર ગામ રહેતી એક મહિલા સવારના સમયે પોતાની ઘરની નજીક આવેલા વાડામાં ઢોરને પાણી પીવડાવવા તથા છાણ ઉપાડવા ગયેલ. મહિલાનો પતી તથા દિકરો ઘરે હાજર ના હોઈ તેની એકલતાનો લાભ લઈ ગામનો એક શખ્સ જેનુ નામ પટેલ જીતેન્દ્ર પરષોત્તમભાઈ પાછળ આવી મહિલાને પકડી જોર જબરદસ્તી કરવા લાગેલો. મહિલા સાથે અચાનક પાછળથી આવી આવુ દુષ્કર્મ કરવા જતા મહિલા પોતાને છોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ હવસખોરે તેનો બ્લાઉઝ ત્યાં સુધી ફાડી નાખ્યો હતો. મહિલાએ બચવા માટે બુમાબુમ કરવાનુ શરૂ કરી દેતા. નજીકથી મહિલાના દિયર ત્યા પંહોચી આવ્યા હતા. જ્યાં તેમને આ હવસખોર પટેલ જીતેન્દ્ર સાથે ઝપાઝપી પણ કરી હતી પરંતુ હવસખોર જીતેન્દ્ર ત્યાંથી ભાગી ગયો હતો. 

આ પણ વાંચો – કરજોડામાં સાવકી પુત્રીને હવસનો શીકાર બનાવનાર પીતાને જેલમાં ધકેલાયો

આમ આ બનાવની જાણ મહિલાએ વડનગર પોલીસને કરતા પટેલ જીતેન્દ્ર પરષોત્તમભાઈની વિરૂધ્ધ વડનગર પોલીસે આઈપીસીની કલમ 354બી મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.