ગરવી તાકાત, મહેસાણા
સ્ત્રીઓ વિરૂધ્ધ થતા જાતીંય સતામણીના કાયદામાં અનેક સંઘર્ષો બાદ કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં જે ફોજદારી કાયદા અધિનીયમ 1983 તરીકે ઓળખાય છે, જેમાં જાતીય સતામણીને લગતા ગુનાઓમાં 354 માં પણ સુધારો કરવામાં આવ્યો હતો.જેમાંથી 354 a થી લઈ c સુધીની નવિ કલમો ઉમેરવામાં આવી છે. આ સુધારેલા કાયમાં યુવતીને પસંદ હોય છતા પણ લગાતાર 14 સેકન્ડ સુધી એકધાર્યુ તેની સામે જોઈ રહેવાને પણ ગુનો ગણવામાં આવ્યો છે. આવી કડક જોગવાઈઓ કર્યા બાદ પણ છેડતી, બળાત્કાર અને તેની કોસીશના બનાવો ઓછા થવાના નામ નથી લઈ રહ્યા.
આમ,આ કેસની વિગત એવી છે કે મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામનો એક યુવક ભોગ બનનાર યુવતીનો સતત પીછો કરતો હતો. જેમાં તે અવાર નવાર યુવતીને પંસદ ના હોવા છતા પણ તેને હેરાન પરેશના કરતો હતો, અને તે યુવતીને પોતાની સાથે સંબધ બનાવવાની માંગ કરતો હતો. બાદમાં આ યુુવકની હવસ એટલી હદે એના દિમાગ ઉપર સવાર થઈ ગઈ હતી કે તે 07/09/2020 ના રોજ રાત્રીના સમયે લગભગ 12 વાગ્યે યુવતીના ઘરમાં પ્રવેશી ગયો.
આ પણ વાંચો – લાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ
જેમાં યુવતી સુઈ રહી હતી ત્યારે એને યુવતીનુ મોઢુ દબાવી તેની સાથે શરીર સંબધ બનાવવા એના કપડા કાઢવા લાગ્યો જેમાં એને યુવતીને પોતાની બાથમાં પકડી તેના શરીરના અલગ અલગ હિસ્સા ઉપર સ્પર્શ કરવા લાગ્યો. જેથી અચાનક આ બધુ જોઈ યુવતીએ તેનો પ્રતીકાર કરતા તે યુવક જેનુ નામ અજય છે તે ભાગી ગયો.
આમ આ બળાત્કારની કોસીશની ફરિયાદ યુવતીના પરીવાર જનોએ બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બેચરાજી પોલીસ સ્ટેશને ઠાકોર ચેહરસંગ ઉર્ફે અજય બલાજીની વિરૂધ્ધ IPC ની કલમ 354(a),354(b),354(d) તથા પો.સ્કો. એકટ ક.8 મુજબ ગુન્હો દાખલ કરી તપાસને હાથ ધરી છે.