#મહેસાણા_RTI : સીટી બસની ખરીદીમાં લાખોના કૌભાંડ કર્યાનો આક્ષેપ

શેર કરવા અહીં ક્લિક કરો.

સીટી બસોની ખરીદી અંગે માહિતી માંગવા ગયેલ કોંગી નેતાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

મહેસાણા નગરપાલીકાના ચીફ ઓફિસર સીટી બસોની ફાઈલ ઉપર કુંડળી મારી બેસી રહ્યા હોવાથી કોન્ગ્રેસના નગરપાલીકાના સભ્યો તથા કાર્યકરો દ્વારા આ અંગે માહિતી માગતા તેમને આના કાની કરી હતી. જેથી કોન્ગ્રેસ દ્વારા માંગવામા આવેલી આર.ટી.આઈ. ની માહિતીને આપવામાં આના-કાની કરતા નગરપાલીકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો થયો હતો. આ મામલે નગરપાલીકાના ચીફ ઓફિસરે કોન્ગ્રેસના કાર્યકર્તાઓ તથા સભ્યો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

મહેસાણા નગરપાલીકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી 10 સીટી બસોને મહેસાણાની જનતા માટે શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. આ સીટી બસોની ખરીદીમાં લાખો રૂપીયાનુ કૌભાંડ થયુ હોવાની આશંકાના આધારે નગરપાલીકામાં વિરોધપક્ષ દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવી હતી. પરંતુ ઘણા સમયથી ચીફ ઓફિસરની કચેરી દ્વારા સીટી બસોની ફાઈલની માહિતી ના અપાતા. આ અંગે ચીફ ઓફિસરને કોન્ગ્રેસના નગરપાલીકાના સભ્યો તથા કાર્યકરો ભેગા મળી રજુઆત કરવા ગયેલ. પરંતુ ચીફ ઓફિસર કંઈક છુપાવી રહ્યા હોય અથવા કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય એમ 30 દિવસના નિયમને આગળ ધરી સીટી બસોની ફાઈલ આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી કોંગી કાર્યકરો ઉશ્કેરાઈ આ બસોની ફાઈલમાં મોટ્ટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનુ કહી ચીફ ઓફિસર પણ આમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગીજનો દ્વારા કરાયેલ 30 લાખના કૌભાંડનો આક્ષેપ સાંભળી સામે ચીફ ઓફિસર પણ ઉશ્કેરાઈ જતા ચેમ્બરમાં હોબાળો સર્જાયો હતો. 

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

સીટી બસોની માહિતી માંગવા ગયેલા કોન્ગ્રેસના જયદિપ ડાભી(વિરોધપક્ષ નેતા મહેસાણા નગરપાલીકા) ઘનશ્યામ ભાઈ સોલંકી(નગરપાલીકા સભ્ય) ભૌતીક ભટ્ટ(મહેસાણા શહેર પુર્વ પ્રમુખ), પરેશ ઝા,મહેશ ચૌહાણ,ઈરફાન પઠાણ તેમજ અન્ય કાર્યકર્તા વિરૂધ્ધ મહેસાણા નગરપાલીકાના ચીફ ઓફીસરે કામમા રૂકાવટ,અશ્લિલ ભાષાનો પ્રયોગ,અશોભનીય વર્તન તેમજ સરકારી રેકર્ડ લઈ ભાગી જવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ મહેસાણા એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેના આધારે મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઉપરના તમામ કોંગીજનો વિરૂધ્ધ આઈ.પી.સીની કલમ 143,186,504,294(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.