કરજોડામાં સાવકી પુત્રીને હવસનો શીકાર બનાવનાર પીતાને જેલમાં ધકેલાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
બનાસકાંઠાના કરજોડા ખાતે એક શખ્સ તેની સાવકી પુત્રીને પોતાની હવસનો શીકાર બનાવતો હોવાનુ સામે આવ્યુ છે. જેથી પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારનાર સાવકો પિતા જેલમાં ધકેલાયો છે. હજુ ગત 24 મી ઓક્ટોબરે બનાસકાંઠામાં સાવકી દીકરી પર પિતાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. 13  વર્ષીય સગીર દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ થતાં હવસખોર પિતા ફરાર થઈ ગયો હતો. જો કે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના કરજોડા ગામે ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેની 13 વર્ષની પુત્રી ઉપર એક માસથી દુષ્કર્મ ગુજારતો હતો. જોકે , ત્રાસ સહન ન થતાં આ સગીરાએ મકાન માલિકના પરિવારની વૃધ્ધાને વાત કરી હતી. આથી તેણીએ 181 અભિયમને જાણ કરાવતાં કાઉન્સેલર જીનલબેન પરમાર ટીમ સાથે જઇ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચો – હિમ્મતનગર ના વિરાવાડા ગામમાં છરીની અણીએ બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી

આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની આરોપીની ધરપકડ કરી હતી. આથી તેણીએ 181 અભિયમને જાણ કરાવતાં કાઉન્સેલર જીનલબેન પરમાર ટીમ સાથે જઇ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસ ખુદ ફરિયાદી બની આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તે નેગેટિવ આવતાં રવિવારે કોર્ટમાં રજુ કરાયો હતો. આ અંગે તપાસકર્તા એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પંડયાએ જણાવ્યું હતું કે  આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો.  જોકે , પોલીસ પાસે તેના કૃત્યના પુરાવા હોઇ કોઇ રિમાન્ડ માંગવામાં આવ્યા ન હતા. જેથી કોર્ટે આરોપીને પાલનપુર સબ જેલમાં મુકવાનો આદેશ કર્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.