13 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોની ત્રણ લોકસભા અને 29 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીના પરીણામ આવ્યા છે. જેમાં ભાજપને બે રાજયોમાં આકરી હારનો સામનો કરવો પડયો છે બંગાળની ચાર વિધાનસબા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે અને ચારે બેઠકો પર ટીએમસીએ કબ્જાે જમાવ્યો છે. આમ હવે વિધાનસભામાં મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધીને 217 થઈ ગઈ છે. જાે ભાજપમાંથી ટીએમસીમાં આવનારા પાંચ ધારાસભ્યોને તેમાં જાેડવામાં આવે તો આ આંકડો 222 પર પહોંચે છે. વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી સામે ભાજપની કારમી હાર બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના દિવસો સારા નથી ચાલી રહ્યા. ભાજપના ઘણા નેતાઓ પણ ટીએમસીમાં જાેડાયા છે અને પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપને વધુ એક ફટકો માર્યો છે. ટીએમસીના 2 ઉમેદવાર તો એવા છે જે 1.5 લાખ કરતા વધારે મતોની સરસાઈથી જીત્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ બંગાળમાં મમતા બેનરજી સતત મજબૂત થઈ રહ્યા છે.
બંગાળમાં બેનરજીનો જાદુ,ચારે બેઠકો પર જીત, હિમાચલમાં કોંગ્રેસની મંડી લોકસભાની સાથે ત્રણેય વિધાનસભા બેઠકો પર જીત
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરી ટીએમસીની જીત પર શુભેચ્છા પાઠવી હતી તેમણે કહ્યું કે ચારેય વિજયી ઉમેદવારોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ! આ જીત લોકોની જીત છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે કેવી રીતે બંગાળ હંમેશા પ્રચાર અને નફરતના રાજકારણ પર વિકાસ અને એકતાને પસંદ કરશે. લોકોને આર્શિવાદથી અમે વચન આપીએ છીએ કે અમે બંગાળને વધુ ઉંચાઇઓ પર લઇ જઇશું.
દરમિયાન હિમાચલમાં કોંગ્રેસે ભાજપને તગડો ઝટકો આપ્યો છે. હિમાચલની મંડી લોકસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની પ્રતિમા સિંહે ભાજપના ઉમેદવાર કૌશલ ઠાકુરને હરાવી દીધા છે. હિમાચલમાં ત્રણેય વિધાનસભાની પરિણામ પણ જાહેર થયા છે. વિધાનસભાની ત્રણેય બેઠકો પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. પ્રતિભા સિંહ 8766 વોટથી જીત્યા છે.
મધ્ય પ્રદેશના જાેબટ પેટાચૂંટણીમાં નિર્ણાયક બઢત બાદ ભાજપના ખેમામાં જશ્નનો માહોલ જાેવા મળ્યો હતો ભાજપન નેતાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી મોંઢું કરાવ્યું હતું. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સુલોચના રાવતે આ જીતનો શ્રેય પ્રદેશના નેતૃત્વની સાથે જાેબટ વિધાનસભાના સ્થાનિક કાર્યકર્તાઓને આપ્ય્યો છે. ભારતીય ચૂંટણી કમિશનની સત્તાવાર વેબસાઇટના અનુસાર કર્ણાટકની સિંદગી વિધાનસભા સીટ પર ભાજપે જીત નોંધાવી છે. અસમના થૌરા વિધાનસભા સીટ પર ભાજપે જીત નોંધાવી છે હરિયાણની વિધાનસભા સીટ પર ઇનેલોને ઘણો ફાયદો થયો છે. આ સીટ પર અભય ચૌટાલાની જીત નિશ્ચિત છે દાદરાનગર હવેલીમાં શિવસેનાના ઉમેદવાર કાલાબેન ડેલકરની જીત થઇ છે આ સીટ કલાબેન ડેલકરના પતિ મોહન ડેલકરના નિધન બાદ ખાલી હતી. હિમાચલની જુબ્બલ કોટખાઈ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રોહિત ઠાકુરની જીત થઈ છે. અસમમાં બંને સીટો પર ભાજપનો દબદબો જાેવા મળ્યો છે.
(ન્યુઝ એજન્સી)