-
સૌ પ્રથમ વખત નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકનોલોજી માંથી એન્જિનિયર થયેલ નવયુવાન કિરીટ પટેલ ને જૂનાગઢ જિલ્લા સહકારી સહકારી બેંક નું સુકાન સોંપાયું છે
-
ખેડૂતોના પ્રશ્નો ને વાચા આપવા હર હમેંશ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતો સાથે રહેશે: કિરીટ પટેલ
જુનાગઢ જીલ્લા સહકારી બેંક લી. ના ચેરમેન તરીકે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની વરણી કરવામાં આવી છે. એમ.ડી તરીકે જેઠાભાઈ પાનેરાની વરણી કરવામાં આવી છે. સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ખેતી વિકાસ નિગમ ચેરમેન ડોલરભાઈ કોટેચા ,દિનેશભાઈ ખટારીયાની ઉપસ્થિતીમાં જીલ્લા સહકારી બેંકના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભા.જ.પ દ્વારા 2022 ની ચુંટણીને ધ્યાનમાં રાખીને મહત્વના કરાયેલ નિર્ણય સૌ કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પક્ષ માટે હંમેશા પૂરી નિષ્ઠાથી કામ કરનાર અને જનતામાં પ્રિય, લોકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ કરનાર સ્પષ્ટ વક્તા છે. નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકનોલોજીમાંથી એન્જિનિયર થયેલ કિરીટ પટેલ હાલની ટેકનોલોજી સાથે તાલમિલાવી ચાલનાર ખેડુતોના હિતેચ્છુ છે.2010 થી 2015 સુધી જૂનાગઢ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે નું સુકાન સંભાળનાર અને 2015 માં કમોસમી વરસાદના લીધે તાલાળા તાલુકાના ખેડૂતોને 53 કરોડનું વળતર અપાયેલ તે ઐતિહાસિક નિર્ણયના મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ છે.
કીરીટ પટેલ નાની ઉંમરે તાલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા હતા. ત્યારબાદ ભાજપ દ્વારા કિરીટ પટેલ ની પક્ષ પ્રત્યેની વફાદારી અને શ્રેષ્ઠ કાર્યશૈલી પ્રભાવિત થઈ 2015 માં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ નું સુકાન આપ્યું હતું જેમાં 2015 થી લઇ હાલમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની હોદો સંભાળી રહ્યા છે .સહકારી બેંક ની જો વાત કરવામાં આવે તો જુનાગઢ જીલ્લામાં સહકારી બેંક લી. કાર્યક્ષેત્ર જૂનાગઢ,ગીર સોમનાથ ,અને પોરબંદર છે.350 કર્મચારી ધરાવતી ત્રણ જીલ્લામાં જેની 47 બ્રાચ છે. ત્યારે નવનિયુક્ત ચેરમેન કિરીટ પટેલે મીડિયા ને જણાવ્યું બેંક એ ખેડૂતોની સંસ્થા છે.બેંકને અપગ્રેડ કરવાની તૈયારી રહેશે. ખેડૂતોના પ્રશ્નો ને વાચા આપવા હર હમેંશ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ખેડૂતો સાથે રહેશે..