કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વવાળી સરકાર પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેમને યાદ કરવા માટે સમાચાર પત્રમાં જાહેરાત જારી કરવામાં કહેવાતી રીતે નિષ્ફળતા પર કટાક્ષ કર્યો છે. સુનીલ જાખડે પોતાના એક ટ્વીટમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની યાદમાં અમરિંદર સિંહના નેતૃત્ત્વવાળી કોંગ્રેસ સરકાર હેઠળ ગત વર્ષ જારી પંજાબ સરકારની એક જાહેરાતને ટેંગ કરી. જાખડે ટ્વીટ કર્યું હું સમજી શકુ છું કે ભાજપ ઇતિહાસમાં આયરન લેડી ઓફ ઇન્ડિયાને મિટાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ શું હજુ પણ પંજાબમાં કોંગ્રેસની સરકાર નથી.
જાખડે પોતાના એક અન્ય ટ્વીટમાં પરોક્ષ રીતે જગદીશ ટાઇટલરને દિલ્હી કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિમાં સ્થાયી આમંત્રિત સભ્યના રૂપમાં નિયુકત કરવાને લઇ સંકેત આપ્યા અને આશ્ચર્ય વ્યકત કર્યું શું સરકાર દ્વારા ઇન્દિરા ગાંધીને યાદ કરવા માટે જાહેરાત જારી નહીં કરવી તેનાથી કોઇ લેવાદેવા છે તેમણે કહ્યું કે અથવા તો બે દિવસ પહેલા થયેલ નિયુક્તિના આલોકમાં દુધને દાઝેલો છાશ પણ ફુંકી ફુંકી પીવે છેનો મામલો છે ટાઇટલરનું નામ 1984ના શિખ વિરોધી તોફાનોના સંબંઘમાં આવ્યું હતું.
તેમણે એક અન્ટ ટ્વીટમાં જાેડતા કહ્યું કે હું જાણુ છું કે કેપ્ટન સાહેબ અમરિંદર સિંહ ગત વર્ષ પંજાબ સરકારની આ જાહેરાતનો ઉપયોગ કરવાથી ખરાબ લગાડશે નહીં કારણ કે આજે કોઇ પણ જાેવા મળ્યું નથી 1984માં આજના દિવસે જ ઇન્દિરા ગાંધીની તેમના જ બે સુુરક્ષા ગાર્ડોએ હત્યા કરી દીધી હતી.
બીજીબાજુ પંજાબમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ સહિત વિરોધ પક્ષોએ જગદીશ ટાઇટલરની નિયુક્તિને લઇ ચન્નીના નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા તરૂણ ચુગે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસની રાજય એકમના પ્રમુખ નવજાેત સિંહ સિધ્ધુને એ સ્પષ્ટ કરવા કહ્યુું છે કે શું તેમને ટાઇટલરની સમિતિના સ્થાયી આમંત્રિત સભ્યના રૂપમાં નિયુક્તિને સમર્થન કર્યું છે. અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ ચન્નીથી પંજાબીઓને એ બતાવવા માટે કહ્યું છે કે તેમને ટાઇટલરને એક પ્રતિષ્ઠિત કોંગ્રેસ પેનલમાં નિયુક્તિ કરવા માટે પોતાની સહમતિ કેમ આપી ત્રણ દિવસ પહેલા પણ જાખડે ટીપ્પણી કરી હતી જયારે ચન્ની દિલ્હીના પ્રવાસ પર હતાં અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેજ દિવસે પંજાબ આવ્યા હતાં.
(એજન્સીના ઈનપુટ સાથે)