અમદાવાદની એક કન્ટ્રક્શન સાઈટ ઉપરથી કોન્ટ્રાક્ટર,એન્જીનીયર,તથા સુપરવાઈઝર ની બેદરકારીના કારણે 1 મજુરનુ પાંચમાં માળેથી નીચે પડી જવાના કારણે મોત નીપજ્યુ છે. મુળ રાજેસ્થાનના ઉદેપુરથી અહી બીલ્ડીંગ જેવા કન્ટ્રક્શનમાં મજુરી કરતા 19 વર્ષીય ઈશ્વર જોધાજી પરમારનુ બીલ્ડીંગના કામકાજ દરમ્યાન મોત થયેલ છે.
અમદાવાદના રણાસન ટોલટેક્ષ પાસે નવિ બની રહેલ ન્યુ યોર્ક એમ્પાયર નામની બીલ્ડીંગમાં 6 માળનુ કામ કાજ ચાલી રહ્યુ છે. જેમાં પાંચમાં માળેથી એક મજુરનુ નીચે પડી જવાથી મોત થવાનુ કારણ આ બીલ્ડીંગ સાઈટના કોન્ટ્રાક્ટર,એન્જીનીયર તથા સુપરવાઈઝર હોવાનુ સામે આવ્યુ છે. ઉંચી ઈમારતના બાધકામ માટે મજુરોને આપવામાં આવતી સેફ્ટી ઈક્વીપમેન્ટના અભાવના કારણે 19 વર્ષીય મજુરનુ મોત થવા પામેલ છે. આ અન્ડર કન્ટ્રક્શન બીલ્ડીંગ સાઈટ ઉપર કોઈ પણ પ્રકારની નેટ પણ લગાવવામાં નહોતી આવી જેથી મજુરનો પગ લપસવાના કારણે મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો – હનીટ્રેપ મહેસાણા : યુવકના નગ્ન હાલતમાં ફોટા પાડી 5 લાખની માંગ કરનાર 5 ની ધરપકડ
કોઈ પણ ઉંચી ઈમારત ઉંભી કરવા માટે એમા કામ કરતા મજુરોને પીપીઈ કીટ ફાળવવુ મેન્ડેટરી છે. જેમાં હેલ્મેટ,બુટ જેવા ઈક્વીપમેન્ટનો સમાવેશ થતો હોય છે. પરંતુ આ સાઈટના કોન્ટ્રાક્ટર,એન્જીનીયર તથા સુપરવાઈઝરે કોઈ પણ પ્રકારની સેફ્ટીના ઈક્વીપમેન્ટ નહી આપ્યા હોવાથી તથા સાઈટ ઉપર નેટ પણ લગાવેલ ના હોવાથી મજુરનુ મોત થવા પામેલ હતુ. જેથી આ ત્રણે વિરૂધ્ધ ફરીયાદ નોંધાવામાં આવી છે. જેઓ બીલ્ડીંગ સાઈટના સેફ્ટી રીલેટેડ નીયમો જાણતા હોવા છતા પણ પૈસા બચાવવાની લાલચમાં તેમને કોઈ પણ સેફ્ટી ઈક્વીપમેન્ટ ખરીદી મજુરોને આપેલ ન હતી.
આ પણ વાંચો – જનધન ખાતા બંધ થવાની આશંકા, પોસ્ટ ઓફિસ ખાતામાં ઓછા માં ઓછા 500 રૂ. જમા રાખવા ફરિજીયાત
આ સાઈટ ઉપર ગત સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ પાંચમાં માળીથી સળીયો ખેંચવા જતા મજુરનો પગ લપસવાથી નીચે પડી ગયો હતો. નીચે પડી જવાના કારણે તેને માથાના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યાંથી તેને નજીકના રોયલ ગુજરાત હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધારે લોહી વહી જવાના કારણે સારવાર દરમ્યાન તેની મોત થયુ હતુ. જો કોન્ટ્રાક્ટરે,એન્જીનીયર,સુપરવાઈઝર પૈસા બચાવવાની લાલચ છોડ સેફ્ટી ઈક્વીપમેન્ટ ખરીદયા હોત અને અન્ડર કન્ટ્રક્શન બીંલ્ડીગ ઉપર જો નેટ લગાવેલ હોત તો પરીવારને તેમનો યુવાન દિકરો ગુુમાવાનો વારો ના આવ્યો હોત. જેથી સાઈટના કોન્ટ્રાક્ટર માનવ ભરત પટેલ, સુપરવાઈઝર રોહીત સુરેશ પટેલ, એન્જીનીયર સીગર મહેશ પટેલે ગુન્હો કર્યા બદલ તેમની વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પીડીત પરીવારને 4 લાખની લાલચ આપી
અમારી સાથે પીડીત પરિવારના લોકોએ વાતચીતમાં જણાવ્યુ છે કે આ મોત બદલ ન્યુ યોર્ક એમ્પાયરના કોન્ટ્રાક્ટર તથા એન્જીનીયર જેવા લોકોએ મળી અમને 4 લાખ રૂપીયા આપી આ કેસને રફેદફે કરવાનો પ્રયત્ન કરેલ છે. પિડીત પરિવારના લોકો પૈસા નહી પંરતુ ન્યાય માગી રહ્યા છે. જેથી તેઓ 4 લાખ રૂપીયા સ્વીકારવા પણ તૈયાર નથી.