બજાર વચ્ચે ભાજપી કોર્પોરેટરની કારમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગ ઘટના સ્થળે

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા નગર પાલીકાના કોર્પોરેટર કાનજીભાઈ રબારીની કારમાં અચાનક આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે થોડા સમય માટે આસપાસના લોકોનમાં નાશભાગના દ્રશ્ય સર્જાયા હતા. આગ લાગ્યાના થોડા સમયમાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનુ કામ કર્યુ હતુ. પંરતુ ત્યા સુધી તેમની કારનો એન્જીન વાળો ભાગ સળગી જવા પામેલ હતો.

આ પણ વાંચો – પૈસાની લ્હાણી કરી ચુંટણી જીતવા ભાજપનો પ્રયાસ, કેમેરામાં કેદ થતા કોન્ગ્રેસે કરી કાર્યવાહીની માંગ

મહેસાણા નગર પાલીકાના કોર્પોરેટર મહેસાણા શહેરના મુખ્ય બજાર એવા સેવા કેન્દ્રની બાજુમાં પોતાની ઓડી કાર પાર્ક કરી બહાર નીકળ્યા હતા. જેઓ કારની બહાર હતા ત્યારે તેમની કારમાં અચાનક બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો. જે આગ થોડા સમયમાં મોટી થઈ જતા કારનો આગળનો એન્જીનવાળો ભાગ સળગી ઉઠ્યો હતો. અચાનક બજાર વચ્ચે આગ લાગવાથી થોડા સમય માટે લોકોમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. પંરતુ આગ કાર સુધી સીમીત  રહી હોવાથી લોકો શાંત પડી આગ ઓલવવાના પ્રયાસમાં લાગી ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તેઓ તુંરત પહોચી આવી આગને ઓલવવાનુ કામ કર્યુ હતુ. મહેસાણા નગરપાલીકામાં નાગલપુર વોર્ડના કોર્પોરેટરની કારમા આગ લાગી  તે ઓડી કંપનીની નંબર GJ-02-CG-0123 વાળી કાર હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.