આ પણ વાંચો – બીલ્ડીંગ સાઈટ ઉપર પૈસા બચાવવાની લાલચે 1 મજુરનો જીવ લીધો, એન્જીનીયર સહીત ત્રણ સામે ગુન્હો દાખલ
જીલ્લા પેરોલ સ્કોર્ડને ચોક્કર બાતમી મળેલ હતી કે કડીના ત્રણ શખ્સો વિદેશી દારૂનો વેપારઅર્થે તેમની ગાડીમાં દારૂ લાવેલ છે. જે આધારે નંદાસણ રોડ ઉપર આવેલ શીતલપાર્ક સોસાયટી સંગમ હોટલ સામે મંડલી વાસ કોર્ટની પાછળ અલકોશર ફ્લેટ સામે રેડ પાડવામાં આવી હતી. જેમાં એક કાળા કલરની કાર નંબર GJ-01-HD-9540 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂથી ભરેલી કાર મળી આવેલ હતી. આ કારને રોકી તેની ડેકી પોલીસ દ્વારા ખોલતા ત્રણ દારૂની પેટીઓ મળી આવી હતી. આ પેટીઓમાં કુલ 222 નંગ બોટલો મળી આવી હતી. જેની કીમત 65,046 જેટલી થાય છે. આ મુદ્દા માલ સાથે 1 ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ રેડ દરમ્યાન બીજા બે આરોપી નાસી ગયેલ હતા. ધરપકડ કરાયેલ આરોપીનુ નામ મોહસીન સીંકદર બેલીમ છે તથા નાસી ગયેલ આરોપીનુ નામ જાહીર યુસુફ મંડલી તથા સાહીલ રફીક મહમદ તમામ રહે કડી જાણવા મળેલ છે.આ ત્રણે વીરૂધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહી.ઓક્ટ ૬૫(a)૬૫(e),૧૧૬.બી ૮૧,૯૮(૨)ns મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.