હનીટ્રેપ મહેસાણા : યુવકના નગ્ન હાલતમાં ફોટા પાડી 5 લાખની માંગ કરનાર 5 ની ધરપકડ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત: હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પૈસાની માંગણીના કેસો અવાર-નવાર સામે આવતા હોય છે. એવો 1 બનાવ મહેસાણાના યુવક સાથે બન્યો હોવાનુ સામે આવ્યુ છે. મહેસાણાના 1 યુવક ઉપર આજથી 1 મહિના પહેલા અજાણ્યા નંબરથી યુવતીનો ફોન આવ્યો હતો. જેને પોતાનુ નામ અપેક્ષા જણાવ્યુ હતુ. બાદમાં બન્ને વચ્ચે ફોન ઉપર ઘણી વાર વાતચીતો કર્યા બાદ પ્રેમ થયો હતો. બાદમાં યુવતીને યુવકને મળવા બોલાવી રૂમમાં નગ્ન હાલતમાં ફોટા પાડી વાઈરલ કરવાની ધમકી આપતા પૈસાની માંગણી કરી હતી.

મહેસાાણાના એક યુવક ઉપર થોડા સમય પહેલા એક અજાણી યુવતીનો ફોન આવેલ હતો. જે પોતાનુ નામ અપેક્ષા જણાવી રહી હતી.  ફોનમાં થોડા દિવસો વાતચીત કર્યા બાદ અપેક્ષા નામની યુવતીએ યુવકને પોતાળી જાળમાં ફસાવી તેને ગત શુક્રવારે કલોલ બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો. જ્યાંથી સેક્સઅર્થે ગેસ્ટ હાઉસમાં જશે એમ ફોનમાં કહ્યુ હતુ. 

આથી યુવક તેના ભાઈ સાથે અંબીકાનગર કલોલ ખાતે પહોંચ્યો ત્યારે બે શખ્સોએ પરાણે તેને બાઈકમાં બેસાડી લઈ ગયેલ હતા. જ્યા આગળ જઈ તેને ગાડીમાં બેસાડી તેને એક મકાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને રૂમમાં પુરી યુવતીના 5(બે મહિલા પણ સામેલ) સાથીઓએ તેના કપડા કાઢી નાખ્યા હતા. બાદમાં આ 5 જણાએ(જેમા 2 મહિલા પણ સામેલ હતી) યુવકને ધમકી આપતા કહ્યુ હતુ કે અપેક્ષાના કપડા કાઢ જેથી ડરના કારણે તેને કહ્યા મુજબ કર્યુ હતુ. આ દરમ્યાન યુવકના અને અપેક્ષા નામની યુવતીના નગ્ન હાલતમાં વિડિયો અને ફોટા પાડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – દાંતીવાડા તાલુકાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂ.૭.૫૦ લાખ પડાવી લીધા 

ફોટા પાડ્યા બાદ યુવકને ધમકી આપવામાં આવી હતી કે, જો તુ 5 લાખ રૂપીયા નહી આપે તો આ વાઈરલ કરી દેવામાં આવશે. આ દરમ્યાન તેના ખીસ્સામાંથી 3000 રૂપીયા પણ કાઢી લેવા્માં આવ્યા હતા.પંરતુ આ યુવકે આના-કાના કરતા આ 5 જણાની ટોળી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા જઈ રહી હતી. ત્યારે કલોલ પોલીસ અહી યુવકની ભાઈની ફરિયાદ મુજબ અહિ પહોંચી ગઈ હતી. જ્યા કલોલ પોલીસે અપેક્ષા નામની યુવતીને પોતાનુ સાચુ નામ પુછ્યુ ત્યારે એને પ્રતીક્ષા પ્રવિણસીંહ રાજ જણાવ્યુ હતુ જે મુળ આણંદ જીલ્લાના અડાસ ગામની રહેવાસી છે. 

પોલીસે આ ગુન્ના બદલ 5 આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં ખોટી રીતે જાળમાં ફસાવી મળવા બોલાવનાર પ્રતીક્ષા સહીત કીડનેપ કરનાર અને રૂમમાં નગ્ન હાલતમાં ફોટા પાડનારા સામે કલોલ પોલીસ સ્ટેશનમાં પ્રતીક્ષા પ્રવીણસીંહ રાજ, હેતલ સુરેશભાઈ ચુડાસમાં, આશા કેશવ રાઠોડ,પુનમ નવાભાઈ રબારી,જયેશ રમેશભાઈ રબારી વિરૂધ્ધ આઈપીસી તથા આઈટી એક્ટ 66ઈ,બી મુજબ ગુન્નો દાખલ કરી ધરપકડ કરવાવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.