જનધન ખાતા બંધ થવાની આશંકા, પોસ્ટ ઓફિસ ખાતામાં ઓછા માં ઓછા 500 રૂ. જમા રાખવા ફરિજીયાત

શેર કરવા અહીં ક્લિક કરો.

બનાસકાંઠા પોસ્ટ ઓફીસના અધિક્ષકે જાણકારી આપતા જણાવ્યુ છે કે ભારત સરકાર દ્વારા નિર્દેશીત નવા નીયમ મુજબ હવે કોઈ પણ ખાતા ધારકે પોસ્ટ ઓફિસમાં પોતાના એકાઉન્ટમાં ઓછામાં ઓછા 500 રૂ. રાખવા અનિવાર્ય કરી દીધુ છે.  આ મીનીમમ એમાઉન્ટ પોસ્ટ ઓફિસના ખાતામાં નહી હોય તો હવેથી વાર્ષીક 100 રૂ. + 18 ટકા જીએસટી કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

કેન્દ્ર સરકારના આ નવા નીયમ મુજબ વાર્ષીક 118 રૂપીયા કાપવાની જો ખાતાધારકનુ બેલેન્સ શુન્ય થઈ જશે તો એવા ખાતાધારકનુ ખાતુ બંધ કરી દેવામાં આવશે. તેમ કેન્દ્રીય સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ માટે બનાવેલ કાયદામાં જણાવવામાં આવ્યુ છે. આ નીયમ દેશની તમામ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ રાખનારા ખાતાધારકો માટે લાગુ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો – છત્તીસગઢ : 2 વર્ષની બાળકીને સીગરેટના ડામ આપનાર પોલીસ કર્મીની ધરપકડ

લોકોએ નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ, બેંકિગ સર્વિસ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેનશન તથા પ્રધાનમંત્રી જન-ધન યોજના માટે લાખો- કરોડોની સંખ્યામાં ગરીબ લોકોને બેન્ક ખાતુ ખોલાવવામાં આવ્યુ હતુ. જેમાં અનેક ખાતાધારકો એવા હતા જેમને ઝીરો રકમથી એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ યોજનાનો ઉદ્યેશ્ય નબળા વર્ગ અને ઓછી આવક જૂથના લોકો પણ રાષ્ટ્રીય સ્તરે નાણાકીય સેવાઓ પુરી પાડવાનો હતો. જેમાં ખાતાધારકે માટે કોઈ મીનીમમ એમાન્ટનો નીયમ નહોતો લાગુ પડતો. પરંતુ ભારત સરકારના આ નિર્ણયને કારણે અનેક ગરીબ લોકોના ખાતા બંધ થઈ જવાનુ જોખમ ઉભુ થયુ છે. કેમ કે સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જે રોજ કમાઈ ને રોજ ખાવાનુ હોય છે. જેમને જનધન યોજના અંતર્ગત સરકારી સ્કીમોના લાભ માટે એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં અનેક ખાતાધારકો એવા પણ છે જેમને ખાતા ખોલાવ્યા બાદ કોઈ પણ લેવડ દેવડ કરેલ નથી. પ્રધાનમંત્રી જનધન યોજના માં 3 કરોડથી વધારે ખાતાધારકો એવા છે જેમના એકાન્ટમાં 0 બેલેન્સ છે. અગાઉ ઘણી જગ્યાએથી ફરિયાદો સામે આવેલ છે જેમાં બેન્ક દ્વારા આવા ઝીરો એકાન્ટના ખાતા બંધ કરી દીધા હતા. 

પ્રથમ લોકડાઉન દરમ્યાન જ્યારે કેન્દ્રીય સરકારે ગરીબોને જનધન એકાઉન્ટ મારફતે ડાયરેક્ટ ટ્રાન્સફર આપવાની વાત કરી હતી ત્યારે પણ આ સમષ્યા સામે આવી હતી. જેમાં અનેક જનધન ખાતાધારકો એવા હતા જેમને ખાતા ખોલાવ્યા બાદ કોઈ લેવડ દેવડ ના કરી હોવાથી તેમના ખાતા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી એવા પરીવારો સરકારના ડાયરેક્ટ ટ્રાન્સફરના લાભથી વંચીત રહી ગયા હતા. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.