ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

આ કારેલા સ્ટોરી એ મને હેરાન કરી મુક્યો છે.’ મેં કીધું ‘કેરાલા સ્ટોરી છે, કારેલા નહીં’. 

May 27, 2023

આખો દેશ એક ફિલમ પાછળ પડ્યો છે, વિવાદ વગર બોક્ષ ઓફિસ પર કાગડા ઊડે છે

મહિના પહેલા મારી ઘરવાળીએ મારા માટે વટ હુકમ બહાર પાડ્યો કે રોજ એક મોટી સાઈઝનું કાચું કારેલું ખાવું

ગરવી તાકાત, તા. 27- આખો દેશ એક ફિલમ પાછળ પડ્યો છે. વિવાદ વગર બોક્ષ ઓફિસ પર કાગડા ઊડે છે તો બનાવો છો શું કામ? ભંગાર ફિલમ આઠસો કરોડ વટી જાય છે. પણ કોઇને મારી પડી જ નથી.’ ચુનિયો બડબડાટ કરતા કરતા ભેંસ પાણીમાં પડતું મુકે એમ સોફા પર પડતું મુક્યું. મેં બીજું કોઈ નુકસાન થાય તે પહેલાં જ પૂછી લીધું ક્યુ ફિલમ? શેની વાત છે? તને કોણ હેરાન કરી રહ્યું છે? આટલી બધી સહાનુભૂતિ આ બાળોતિયાનાં બળેલાને કોઈએ કદાચ પહેલી વખત જતાવી હશે. ગળગળો થઈ મને ગળે વળગીને કહે ‘આ કારેલા સ્ટોરી એ મને હેરાન કરી મુક્યો છે.’ મેં કીધું ‘કેરાલા સ્ટોરી છે, કારેલા નહીં’. મને ક્યે ‘તમે પણ ક્યાં ભેખડે ભરાવો છો. હું નવરો નથી કે ફિલમુમાં ટાઇમ બગાડું. અનુભવની વાતો કરું છું. મારું દુ:ખ તમારા સિવાય કોને કહું’? મેં કીધું ‘જાજુ મોણ ન નાખ શું થયું ઈ કે’. ચુનિયે ઘરની કારેલા સ્ટોરી ચાલુ કરી.

‘મહિના પહેલા મારી ઘરવાળીએ મારા માટે વટ હુકમ બહાર પાડ્યો કે રોજ એક કાચું કારેલું ખાવું. મોટી સાઈઝનું કારેલું રોજ મને દે હું નજર ચુકવી અમારા ઘરની પાછળ ખાલી જમીનમાં ઊભે ઊભું ખોસી આવતો. ખૂબ કડવું લાગ્યું હોય એવું સોગિયું મોઢું કરતો. એક મહિના પછી આજે પાછળના ફળિયામાં કારેલાનું વન ઊગ્યું છે. વાવેલા ઊગે પણ ખોસેલા ઉગે એ નો’તી ખબર મિલનભાઈ તાજા કારેલાના રસથી સવાર પડે છે. શરૂઆતમાં તો ઢોળી નાખતો પણ એક વખત જોઈ ગઈ. હવે સામે બેસે છે. એટલે બીકના માર્યા બે ગ્લાસ પી જાઉં છું.

નાસ્તામાં બ્રેડ બટર માગ્યા તો આપ્યા. પણ એક બટકુ ભર્યું ત્યાં કોળિયો બહાર નીકળી ગયો. સાલુ બ્રેડ બટરમાં કારેલાની ચટણી કોણ લગાડે યાર. સવારે જમવામાં કારેલાનું સલાડ, કારેલાનું શાક,.. રાત્રે ખીચડી અને કારેલાની કઢી. હું કંઇ પણ ખાવા પીવા માગું ક્યાંક ને ક્યાંક કારેલું સલવાડીને રજુ થયું જ હોય. હું મારી હૈયા વરાળ કોઇક પાસે ઠાલવવાનો પ્રયત્ન કરું અને હજુ કારેલા બોલું ત્યાં તો કેરાલા સ્ટોરીની આખી વાર્તા બોલવા માંડે છે’.
મેં મૂળિયા ઉપર ઘા કર્યો કે ‘આ કારેલા તારા જીવનમાં આવ્યા ક્યાંથી?’ તરત જ ઊભો થઇ ચાલવા લાગ્યો. ભાગાભાગી કરતાં વાછરડાને બોચી પકડી ખીલે બાંધે એમ જાલીને બેસાડ્યો.

તમારે મારો જ વાંક કાઢવો છે. કોઈક વાર પાડોશીને મદદ કરી હોય એની આવડી સજા? મિસિસ ભલ્લા, હમણા બાજુમાં રહેવા નથી આવ્યાં? એને સ્કૂટર પર બેસાડી હું બજારમાં લઈ ગયો. શેરીના નાકેથી. શોપિંગ કરાવી પાછી નાકે ઉતારી દીધી. ભૂલથી એની શાકની થેલી આગળ ટિંગાડેલી રહી ગઈ’. મે ટપકું મુક્યું કે એટલું બધું પાછળ ધ્યાન ન અપાય કે આગળ ની વસ્તુ તરફ ધ્યાન જ ન રહે.’ છંછેડાઈ ને તાડુક્યો. ઘડીકનો આનંદ પણ તમારાથી સહન ન થયો ને? ઘર સુધી કેફ રહ્યો પછી થેલી દેખાણી પણ મોડું થઈ ગયું હતું. ઘરવાળી એ તરત પૂછ્યું કે કોની થેલી ટાંગી લાવ્યા? મેં સ્વસ્થ રહેતા કીધું કે નવી લીધી. મારું ફેવરિટ શાક દેખાયું એટલે લઈ આવ્યો. નસીબ ફૂટલા તે કારેલા નીકળ્યા. મિસિસ ભલ્લાને ભલામણ કરી કે બીજી નવી થેલી લઈ આપીશ, પણ ઘરે માગવા ન આવીશ. છેલ્લા એક મહિનામાં રોજ એના માટે શાક લાવવું પડે છે. ભલ્લાને મણ મણની મનમાં દઉં છું. ઘરવાળીને કારેલા કેટલા ગુણકારી છે તે એટલું મનમાં ઠસી ગયું છે કે રોજ કારેલાની વાનગીઓ બનાવી ને ખવડાવે છે.

આખી કારેલા સ્ટોરી પરથી એક વાત સમજાણી કે પારકી નજર કડવાશ આપે. પણ પુરુષ માત્ર ભમરો જ છે. હોટલમાં ગ્યા હોઈએ સારામાં સારી વાનગીઓ ઓર્ડર કરી હોય, આવી જાય અને ખાવા માંડે, સ્વાદિષ્ટ હોય છતાં બાજુના ટેબલ પર આવેલી વાનગી જોઈ ચાખવા લલચાય જ. શું જરૂર હોય “ઊઠ પાણા પગ ઉપર પડ કરવાની. આવું બીજા ઉપર વીતે ત્યારે જ્ઞાન લાધે બાકી… હવે કારેલા કાંડમાંથી છોડાવવાની મારી જવાબદારી આવી પડી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:48 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0