લાખવડ પાસે એલસીબીએ વોચ ગોઠવી બંને ઇસમોને ચોરીના મોટર સાયકલ સાથે દબોચી લીધા
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપાચે મોટર સાયકલની ચોરી થઇ હતી. જે મોટર સાયકલ ચોરી કરનાર બંને બાળ કિશોરોને મહેસાણા એલસીબીએ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી બંને બાળ કિશોરોને મહેસાણા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યાં હતા.
મહેસાણા જિલ્લામાં બનતી વાહનચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વાહન ચોરીના ભેદ ઉકેલવામાં મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ એલસીબી પી.આઇ જે.પી.સોલંકીના નેતૃત્વમાં એહેકો. મુકેશકુમાર, પ્રદિપકુમાર, જોરાજી, સહિતનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એહેકો. મુકેશકુમાર તથા પ્રદિપકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
એક કાળા કલરનું ટીવીએસ કંપનીનું અપાચે મોટર સાયકલ જેની આગળની નંબર પ્લેટ તુટી ગયેલ છે અને પાછળના ભાગે નથી તે લઇ બે ઇસમો સોમનાથ ચોકડીથી રામપુરા ચોકડી અંબાસણ તરફ જવાના છે જે મોટર સાયકલ ચોરીનું છે જેના આધારે મહેસાણા એલસીબીની ટીમે લાખવડ પાટીયા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત બંને બાળ કિશોરો જીજે02-સીએન-7018 નંબરનું મોટર સાયકલ લઇ લાખવડ તરફ આવતાં તેમને અટકાવી પુછપરછ કરતાં તે મોટર સાયકલ ચોરી હોવાની બંને બાળ કિશોરોએ કબુલાત કરતાં મહેસાણા એલસીબીને બંને શખ્સોને ઝડપી પાડી મહેસાણા તાલુકા પોલીસને સોપ્યા હતા.