— બેચરાજીના ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ગૃહ પ્રવેશ અને આવાસ લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમ યોજાયા :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા, ૧૫મી મે ૨૦૨૩ વડાપ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મહેસાણા જિલ્લાના ૧૬૦ ગામોના ૩૮૭ આવાસોનું તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં બેચરાજી તાલુકાનાં ૨૦ ગામોના ૪૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
બેચરાજીના ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, તાલુકાનાં પ્રમુખશ્રી સોનલબેન એચ. પટેલ જિલ્લા સદસ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાનાં ઉપપ્રમુખશ્રી, સોનલબા પી. ઝાલા, તાલુકાનાં પદાધિકારીશ્રી, ગામના પદ્દાધિકારીશ્રીઓ, નાગરિકો, પી,એમ,એ,વાય.-જી ના લાભાર્થીઓ અને કર્મચારીશ્રીઓ તમામનું
સંકલન જિલ્લાના વડાશ્રી જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નિયામકશ્રી અને જિલ્લા ટીમજીના સફળ નેતૃત્વમાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ગૃહ પ્રવેશ અને આવાસ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં આવાસ ગૃહ પ્રવેશ, લોકાર્પણ, સ્વચ્છતા કાર્યક્રમ, વૃક્ષારોપણ, રસોઈ હરીફાઈ, લાઈવ કાર્યક્રમનું નિદર્શન, શાળામાં ચિત્ર સ્પર્ધા, રંગોળી, સ્વચ્છતાના સૂત્રો, યોગ વંદના, પ્રભાત ફેરી વિગેરે પ્રવૃતિઓ કરવામાં આવી હતી.