રાષ્ટ્ર સંઘમાં યુધ્ધ વિરામના પ્રસ્તાવો પર મતદાનથી અમેરીકા દુર રહ્યું
ગાઝામાં માનવીય સહાયતા માટે કોરીડોર નિર્માણ હેતુથી યુદ્ધ વિરામ રોકવાની દરખાસ્ત ફગાવતું ઈઝરાયેલ
પ્રસ્તાવ રોકવાની કોશીશ ન કરી છતાં હમાસ પર મૌન અંગે ટીકા : બ્રિટને પણ સાથ આપ્યો : રશીયાએ પ્રસ્તાવની ભાષા ઢીલી હોવાનું જણાવી મતદાન ના કર્યું
ન્યુયોર્ક તા.17 : ઈઝરાયેલ બાદ હમાસનાં હુમલા બાદ આ રાષ્ટ્રે ગાઝા પટ્ટી ક્ષેત્રમાં કરેલા જબરજસ્ત વળતા હુમલા તથા સતત વધતી જમી પેલેસ્ટાઈન નાગરીકોની ખુવારીનાં કારણે ઈઝરાયેલ પર યુદ્ધ વિરામ અટકાવવા ભારે દબાણ છે તે વચ્ચે ગાઝામાં માનવીય સહાયતા અંગે યુદ્ધ વિરામની સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં મુકાયેલા પ્રસ્તાવ પર અમેરીકાએ ઈઝરાયેલને સાથ નહી આપતા આ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે.
આ પ્રસ્તાવને સલામતી સમિતિનાં તમામ સ્થાયી અને 10 અસ્થાયી સભ્યોએ તરફેણમાં મતદાન કરીને તે મંજુર થવા દીધો હતો. જોકે ઈઝરાયેલ આ સાથે અમેરીકા-બ્રિટન અને આશ્ર્ચર્યજનક રીતે રશીયાએ પણ મતદાનમાં ગેરહાજર રહીને પ્રસ્તાવ આડે વિધાન સર્જવાનો પ્રયાસ કર્યો ન હતો આમ પ્રથમ વખત ઈઝરાયેલ મુદ્દે રશીયા અને અમેરીકા સાથે આવતા તેના સંકેત અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.રાષ્ટ્રપતિનો પ્રસ્તાવ એક પૂર્ણ યુદ્ધ વિરામનો નથી પણ ગાઝા ક્ષેત્રમાં માનવીય સહાયતા માટે ખાસ કોરીડોર બનાવવા માટે યુદ્ધ રોકવાની અપીલ થઈ છે.
જેથી ગાઝામાં લોકોને આવશ્યક મદદ પહોંચાડી શકાશે.આ પ્રસ્તાવ સામે અમેરીકાએ હમાસની નિંદા નહી કરવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને શા માટે સભ્યો હમાસનાં આતંકી હુમલાની ટીકા કરતુ નથી તે મુદો ઉઠાવ્યો હતો. હમાસ માટે એક શબ્દ પણ નહી લખવાના વલણનો અમેરીકાએ વિરોધ કર્યો હતો. બ્રિટને પણ તે જ વલણ લીધુ હતું તેણે ગાઝામાં નાગરીક ખુવારી સામે ચિંતા દર્શાવી પણ હમાસની નીંદા કરવાનો પણ આગ્રહ રાખીને અમેરીકાએ સાથ આપ્યો હતો.
રશીયાએ પણ આ પ્રસ્તાવ યુદ્ધ શા માટે તાત્કાલીક અસરથી રોકવાની અપીલ નથી તેવું જણાવીને મતદાનથી દુર રહ્યું હતું. રશીયન પ્રતિનિધિએ પણ માનવીય સંવેદના જરૂરી છે તે નિશ્ચીત કરવાની માંગ કરવાની સાથે પ્રસ્તાવમાં ઢીલાપણુ અપનાવ્યું હોવાનું જણાવીને તેનો વિરોધ કર્યો હતો. ઈઝરાયેલે પ્રહાર કરતા કહ્યું કે 6 સપ્તાહમાં 10 મીટીંગ કરી છે પણ સલામતી સમિતિ શા માટે હમાસ અંગે ચુપ છે તે પ્રશ્ન છે. ઈઝરાયેલે યુદ્ધ રોકવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. તથા હમાસ સામેની કાર્યવાહી ચાલુ જ રહેશે તેવુ જાહેર કર્યું હતું.