હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ અંગે પ્રોપગેન્ડા ફેલાવનારા પર કાર્યવાહી
ગરવી તાકાત, તા. 13- હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ અંગે ભારતમાં લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં હવે સાઈબર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા યુદ્ધ સંલગ્ન ભ્રામક વીડિયો અને તસવીરો શેર કરનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધની એવી તસવીરો વાયરલ કરવામાં આવી રહી છે જેને ગાઝામાં ઈઝરાયેલીઓ દ્વારા થયેલા અત્યાચારની કહાની તરીકે દર્શાવવામાં આવી રહી છે અને લોકોને પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં ઊભા રહેવાની અપીલ કરાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના ષડયંત્ર માટે સાઈબર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
અત્રે જણાવવાનું કે પ્રોપગેન્ડા ફેલાવનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ આવા વીડિયો અને તસવીરો વાયરલ કરનારા પર કાનૂની એક્શનની પણ ચેતવણી અપાઈ છે. હકીકતમાં કટ્ટરપંથી મુસ્લિમ સમુદાયના લોકો ફેક વીડિયોને પણ ગાઝાના વીડિયો બતાવીને ભારતના મુસ્લિમોમાં ઝેર ઘોળવાની કોશિશ કરી રહ્યા છે. જેના માટે હવે સાઈબર એક્સપર્ટ કામે લાગ્યા છે.