ઘર, ફ્લેટ, પ્લોટ કે અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદવી એક મોંઘો સોદો હોય છે, એટલા માટે જરૂરી છે કે, આમાં સંપૂર્ણ સાવધાની રાખવી
ખાસ કરીને ઘર અને ફ્લેટ ખરીદતા પહેલા બિલ્ડર કે ડેવલપરના વાયદા અને દાવાની સારી તપાસ કરી લેવી
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા બિલ્ડરને તે જરૂર પુછો કે, આ પ્રોજેક્ટ કઈ બેંકો સાથે ટાઈ અપ છે. તેનો જવાબ મળવા પર સંબંધિત બેકોમાંથી આ અંગે પુષ્ટિ કરો. વાસ્તવમાં, જે હાઉસિંગ પ્રોજેક્ટને બેંક અપ્રૂવ કરે છે તે સુરક્ષિત માનવામાં આવે છે.
ઘર, ફ્લેટ, પ્લોટ કે અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદવી એક મોંઘો સોદો હોય છે, એટલા માટે જરૂરી છે કે, આમાં સંપૂર્ણ સાવધાની રાખવી. ખાસ કરીને ઘર અને ફ્લેટ ખરીદતા પહેલા બિલ્ડર કે ડેવલપરના વાયદા અને દાવાની સારી તપાસ કરી લેવી. તમે જે બિલ્ડરના પ્રોજેક્ટમાં ઘર કે દુકાન ખરીદવા માંગો છો, તો તેની પ્રતિષ્ઠા વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે. કારણ કે હાલના વર્ષોમાં ઘણા બિલ્ડર્સો ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. જો કે, RERAનો કાયદો આવવાથી હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. તો પણ બિલ્ડરના અગાઉના પ્રોજેક્ટ વિશે જરૂર જાણી લો
કન્ફર્મ કરો આ પ્રોપર્ટીનું પ્રી-અપ્રૂવલ –
પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા બિલ્ડરને તે જરૂર પુછો કે, આ પ્રોજેક્ટ કઈ બેંકો સાથે ટાઈ અપ છે. તેનો જવાબ મળવા પર સંબંધિત બેકોમાંથી આ અંગે પુષ્ટિ કરો. વાસ્તવમાં, જે હાઉસિંગ પ્રોજેક્ટને બેંક અપ્રૂવ કરે છે, તે સુરક્ષિત માનવામાં આવે છે અને તે સુનિશ્ચિત થઈ જાય છે કે, પ્રોજેક્ટ વિવાદિત નથી. આવા પ્રોજેક્ટમાં ઘર માટે સરળતાથી લોન મળી જાય છે. જાણીતા અને વિશ્વસનીય બિલ્ડર તેમના પ્રોજેક્ટને લોન્ચ કરતા પહેલા કેટલીક બેંકોને પોતાના પાર્ટનર બનાવી લે છે. તેનાથી તેમને ફંડની પણ મુશ્કેલી થતી નથી. બેંક સારા બિલ્ડરોની યાદી બનાવીને રાખે છે, જેને પ્રી અપ્રૂવ્ડ લિસ્ટ કરે છે.
લોકેશન અને સુવિધાઓ મળવાનું વિચારો –
બિલ્ડર કે ડેવલપરના પ્રોજેક્ટ્સમાં જે સુવિધાઓ આપવાની વાત કરી રહ્યા છો, તેના વિશે પુષ્ટિ કરી લો. જેમ કે તેનું લોકેશન શું છે અને તમારી ઓફિસ ત્યાંથી કેટલી દૂર હશે. આસપાસ બાળકોની સ્કૂલ અને બાકી સુવિધાઓ ત્યાંથી કેટલી દૂર છે. ઘર કે ફ્લેટ ખરીદવા પહેલા ચેક કરી લો કે, પ્રોપર્ટી સંબંધિત કોઈ લીગલ વાત તમારાથી છુપાવવામાં તો નથી આવી ને. જો બિલ્ડર આવું કરે છે, તો ભવિષ્યમાં ઘર વેચવામાં તમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, કન્સટ્ર્ક્શનની ક્વાલિટી વિશે તમારે તપાસ કરવી જોઈએ.