સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તૃતીય પદવીદાન સમારોહ યોજાયો

November 28, 2020

શિક્ષણનગરી તરીકે આગવું સ્થાન ધરાવતા વિસનગર શહેર સ્થિત નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના સંસ્થાપક, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની 34 મી પુણ્યતિથિ ના સ્મરણીય દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તારીખ 28 નવેમ્બર 2020, શનિવારના રોજ તૃતીય પદવીદાન સમારોહનું આયોજન કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ઓનલાઇન અને ઓફ લાઇન માધ્યમથી કરવામાં આવ્યુ.

આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ઉત્તકૃષ્ઠ અભ્યાસ પૂર્ણ કરી વર્તમાન વર્ષે સ્નાતક કક્ષાએ 1079 અને અનુસ્નાતક કક્ષાએ ૩૭૬ એમ કુલ 1455 વિદ્યાર્થીઓને પદવીએનાયત કરવામાં આવી હતી. જેમાં 37 વિદ્યાર્થીઓને તેમની વિશેષ ઉપલબ્ધિ બદલ ઉપષ્થિત મહેમાનશ્રીઓ ના વરદ હસ્તે સુવર્ણચંદ્રક અને પદવી આપી પ્રોસ્તાહિત કર્યા હતા.

 

ભુપેન્દ્રસીંહ ચુડાસમાનુ સંબોધન

પદવીદાન સમારોહ માં શોભાયમાન મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયનાં માનનીય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિધાર્થી લક્ષી યોજનાઓ જેવી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, આઈ હબ, ઇંનોવશન, રીસર્ચ ફંડીંગ વિગેરે નો લાભ લેવા માટે આહવાન કર્યું હતુ. તેમજ સ્ટાર્ટઅપ નાં માધ્યમથી સમસ્યાનું સુવિધા સાથે સમાધાન કરી આત્મનિર્ભર થવાં સહ-હૃદય પૂર્વક વિનંતિ કરી હતી. સાહેબે વિધાર્થી મિત્રો ને રીલાએબલ અને રીસ્પોંસિબલ સાથે રીલીજીયસ અભિગમ રાખી સમાજ ની સેવા કરો અને સતત રાષ્ટ્રોદય માટે સતત કાર્યરત રહેવા આહવાન હર્યું હતુ.

હાયર એન્ડ ટેકનિકલ વિભાગના સચિવ અંજુબેન શર્માનુ સંબોધન

સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત સરકાર નાં હાયર એન્ડ ટેકનિકલ વિભાગના સચિવ અંજુબેન શર્મા એ વિધાર્થી મિત્રો ને પ્રયત્ન અને પુરુષાર્થથી પુર્ણ સફળતા પ્રાપ્તિનાં પથ દર્શક બની પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.ગુજરાત રાજયનાં આરોગ્ય અને કલ્યાણ વિભાગના સચિવ ડૉ. જયંતિ રવી મેડમે વિડિઓ મેસેજ માં વિધાર્થી મિત્રો ને સતત પ્રયત્નશીલ રહી સફળતાનાં નવા શિખર સર કરવા પ્રેરણા પુરી પાડી હતી તથા નૂતન જનરલ હોસ્પિટલ દ્રારા કોંરોના સંક્રમણ સમયે કાર્યરત સેવાઓ ને બિરદાવિ હતી.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મેઘમણી ઓર્ગેનિક લિમિટેડનાં મેનેજીંગ ડાયરેકટર આશિષભાઈ સોપરકર સાહેબે તેમનાં વક્તવ્યમા વિધાર્થી મિત્રોને વ્યક્તિત્વ ઘડતર માટે  ડિટરમિનેશન, ડીસીપ્લિન અને ડેડીકેશન જેવા જીવન ઉપયોગી મૂલ્યોની જાણકારી આપી પોતાના વ્યક્તિગત અનુભવોનું વર્ણન કર્યું હતું.

સાંકળચંદ યુનિવર્સિટી નાં પ્રોવોસ્ટ ડૉ. વી.કે. વાસ્તવે પોતાના ઉદબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની વિશેષ ઉપલબ્ધીઓ જેમ કે એસ.એસ.આઈ.પી સેલ, ઈન્ટરનેશનલ MOU, રિસર્ચ પોલિસિ, મેડીકલ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ લેબ, ઇન્ટરનેશનલ અને ફેકલ્ટી એક્ષચેન્જ પ્રોગ્રામ,આઈ હબ, સુપર કોમ્પ્યુટર, સેમિનાર્સ, વર્કશોપ, કોન્ફરન્સની વિગતવાર માહિતી આપી હતી.

યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે ઉચ્ચ અભ્યાસ ક્રમ બાદ પદવી પ્રાપ્ત  કરેલ સર્વે વિધાર્થી મિત્રોને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં,સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનાં ધ્યેય સૂત્ર “અથાતો જ્ઞાન જિજ્ઞાસા” ને સાર્થક કરવા યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા મેળવેલ સફળતા જેમકે ઇન્ટરનેશનલ અને નેશનલ એવોર્ડ, NABL અને ICMR માન્ય કોવિડ લેબ, રિસર્ચ પ્રોજેકટ, ઈન્ડસ્ટ્રીસ્પોન્સર્ડ પ્રોજેકટ,ઈ-કોનફેંરેનસ, વેબિંનાર્સ પર સવિશેષ પ્રકાશ પાડ્યો હતો. વિશેષજણાવતા કહ્યું હતું કે કેમ્પસ ખાતે કાર્યરત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા અન્ય નવીન ઘણા પ્રોજેક્ટસ દ્વારા નજીકના ભવિષ્યમાં સમગ્ર ઉત્તર ગુજરાતને બહોળો લાભ મળી રહેશે તથા ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સુપર કોમ્પ્યુટર ની ફાળવણી બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0