ધાનેરાના હત્યાના ગુનામાં સોપારી કિલર ત્રણ આરોપીઓ ઝડપાયા  

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત તથા રાજસ્થાનના ત્રણ આરોપી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ મથક વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો અંતે એલસીબી ની ટીમે ભેદ ઉકેલી દીધો છે. સોપારી આપનાર તથા સોપારી લઇ મર્ડર કરનાર ગુજરાત તથા રાજસ્થાનના ત્રણ આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે. 
પુજારીનો મૃતદેહ

અદાવતમાં સોપારી આપી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો,  રાજસ્થાનથી માણસો પણ મંગાવ્યાં હતા

ધાનેરા પંથકમાં અદાવતમા સ્થાનિક ઇસમ તથા રાજસ્થાનના કેટલાક માણસો બોલાવી તેમની મદદથી મર્ડર કરવાની સોપારી આપી હતી.  જેમાં મર્ડર થયા બાદ એલસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ બે ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી મૃતકના હત્યારાઓને ઝડપી લીધા છે.
પુજારીનો મૃતદેહ

આ પણ વાંચો – બેચરાજી : વેપારીના કાનપટ્ટી ઉપર રિવોલ્વર રાખી દુકાનમાંથી 75,750 ની લુંટ

ધાનેરાના ધરણોધરના રહેવાસી અને મૂળ ધાનેરાના ગોલા ખાતે રહેતા રમેશભારથી ભાણાભારથી ગૌસ્વામીએ કોઈ અદાવતમાં શિવાભાઈ પટેલને તેમના ઘરે આવવાની ના પાડેલ. જેની અદાવત રાખી શીવાભાઈ ગોકળાભાઈ પટેલ રહે.ગોલા, તા.ધાનેરા વાળાએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગીયા પ્રકાશભાઇ જબરાભાઇ લુહાર રહે.સુરાવા, તા.સાંચોર રાજસ્થાનને રૂપિયા સાડા ત્રણ લાખ આપવાની વાત કરી અને રમેશભારથીને જાનથી મારી નાખવાની વાત કરતા ભાગીયા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે આ કામ તેમના એકલાથી થાય તેમ નથી રાજસ્થાનથી માણસો બોલાવવા પડશે. આથી શિવાભાઈએ રાજસ્થાનથી માણસો બોલાવવાનું જણાવતાં ભાગીયાએ લાસીવાડાના દારૂના ઠેકા પાસે રાજસ્થાનથી આવેલ લુણારામ મોહનરામ મેઘવાળ રહે.વાલીયાણા, તા.શિવાણાને મળી ત્રણેય જણાએ કાવતરૂ રચી રમેશભારથીને જાનથી મારી નાખવા રૂપિયા સાડા ત્રણ લાખની સોપારી આપવામાં આવી હતી. ત્યાર બાદ ૨૬ નવેમ્બરના કાનજી શિવાભાઈ પટેલના ભાગીયા પ્રકાશભાઈએ રમેશભારથીને ફોન કરી ઘરેથી થોડે દૂર આવેલ બાવળની ઝાડીમાં બોલાવી વાતોમાં વ્યસ્ત રાખી રાજસ્થાનથી બોલાવી લુણારામે નક્કી કરેલ કાવતરા મુજબ બન્ને હાથ બાંધી લોખંડના વાયરથી ગળું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ રમેશ ભારથીની હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે કેસમાં ઉપરોક્ત ત્રણે આરોપીઓને એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.