બેચરાજી : વેપારીના કાનપટ્ટી ઉપર રિવોલ્વર રાખી દુકાનમાંથી 75,750 ની લુંટ

શેર કરવા અહીં ક્લિક કરો.

બેચરાજીમાં આવેલા કોન્પલેક્ષમાં એક વેપારીની કાનપટ્ટી ઉપર ગન રાખી ત્રણ શખ્સોએ કાઉન્ટરમાં પડેલા 75,7500/- ની લુંટ ચલાવી વેપારીની ઈકો ગાડી લઈ ફરાર થઈ ગયેલા. રાત્રીના સમયે ત્રણ શખ્સો મોઢા ઉપર માસ્ક બાંધી મની ટ્રાન્સફર કરવાના બહારે દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી લુંટ કરી હોવાની ઘટના સામે આવી છે. 

આ પણ વાંચો – કુષી બીલના વિરોધમાં દિલ્લી જઈ રહેલા ખેડુતો પર લાઠીઓ, ટીયર ગેસ, પાણીનો મારો

બેચરાજીમાં આવેલા નીલકંઠ કોમ્પલેક્ષમાં જયરામભાઈ ઓડની દુકાનમાં 26 મી નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો પ્રવેશ્યા હતા. જેઓના મોઢા ઉપર માસ્ક લગાવેલ હતુ. ત્રણે શખ્સો દુકાનદાર પાસે મનીટ્રાન્સફર કરવાના બહાને આવ્યા હતા. બાદમાં આ શખ્સોએ  વેપારીને બંધક બનાવી તેના માથા ઉપર ગન રાખી દુકાનના કાઉન્ટરમાં પડેલા રૂ. 75,500/- ની લુંટ કરી વેપારીની ઈકો ગાડી પણ ઉઠાવી ગયેલા. કાનપટ્ટી ઉપર ગન રાખી લુંટ ચલાવનાર બદમાશો જે ઈકો વાહન ચોરી ગયા હતા એનો નંબર GJ-02-AP-5093 હતો.  

આ પણ વાંચો – રાજુલા પોસ્ટ ઓફિસ : સમય પહેલા કામગીરી બંદ કરી ગ્રાહકોને પાછા મોકલી દેતા રજુઆત

વેપારીએ તુરંત જ આ બનાવની જાણ બેચરાજી પોલીસને કરતા, ગઈકાલ સાંજે રોકડ લુંટની ફરિયાદ પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. આજે શનીવાર ના રોજ લુંટના કેસની કાર્યવાહીમાં બેચરાજી પોલીસને વેપારીની ઈકો ગાડી હાસંલપુર-સીતાપુરની વચ્ચેથી મળી આવી હતી. કાનપટ્ટી ઉપર ગન રાખી લુંટ ચલાવનાર ત્રણ આરોપી હજુ સુધી ફરાર છે. જેમની શોધખોળ ચાલુ રાખી બેચરાજી પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ 394,114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.