કોરોનાની ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખુબ ઘાતક સાબીત થયો છે જેમા અનેક લોકોના ઘર વેર વીખેર થઈ ગયા છે. કોરોના સંકટને લઈ અનેક પરિવારો ગરીબી રેખા નીચે પહોંચી ગયા છે. એવમાં ઘરનો મોભી ગુમાવનારા પરિવારની હાલત ખુબ કફોળી બની ગઈ છે ત્યારે  આવા પરિવાર નિઃસહાય બની ગયા છે ત્યારે આવા પરિવારોને મદદ કરવા માટે અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ આગળ આવ્યા છે. જે પરિવારે મોભી ગુમાવ્યા છે તેવા 5 પરિવારના બાળકોના શિક્ષણ ફી તેઓ ભરશે. ઉપરાંત 50 જેટલા પરિવારને જેમણે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે તેવા પરિવારને એક વર્ષનું કરીયાણું ભરી મદદ કરશે. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય પોતે ખર્ચ ભોગવશે.

ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં કોરોનાના કપરા કાળમાં જે પરિવારે મોભી ગુમાવ્યાં હોય અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો હોય એવા પાંચ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા કે એન્જિયરિંગ, મેડિકલ હોય તે ભણી ન રહે ત્યાં સુધીનો ખર્ચ ઘાટલોડિયાના ધારાસભ્ય દ્વારા ઉપાડવામાં આવશે.

ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, તેઓ  50 પરિવારને કરીયાણું ભરી આપશે ઉપરાંત 50 એવા પરિવારો જે સરકારનો લાભ નથી લઈ શકતા તેમજ કોરોના કારણે આર્થિક સ્થિત કથળી હોય અને રોજગારીનું કોઇ સાધન ન હોય તેવામાં પરિવારના ભરણ પોષણની તકલીફ હોય તેવા 50 પરિવારને એક વર્ષ માટે કરીયાણું જેટલા સભ્યો હોય તે પ્રમાણે ભરી આપવામાં આવશે આ માટે જે પરિવારને ખરેખર જરૂર છે તેવા લોકો ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયના નંબર 079- 27402500 તેમજ કાર્યાલય મંત્રી રાજુભાઈ 9825096940નો સંપર્ક કરી અને જાણ કરી શકે છે. જે પરિવાર પોતાનો ઓળખ નહિ આપવા માંગે તો અમે તેમની ઓળખ પણ છુપાવી મદદ કરીશું.

Contribute Your Support by Sharing this News: