સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી આપતા જણાવ્યુ કે, ભારતમાં દરરોજ નવા કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડાની પ્રવૃતિ જોવા મળી છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગણા, ચંડીગઢ, લદ્દાખ, દમન અને દીવ, લક્ષદ્વીપ અને અંડમાન નિકોબારમાં નવા કેસમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે.
ICMR ના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, નેશનલ પોઝિટિવિટી રેટ 21 ટકાની આસપાસ છે
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 13 એવા રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ વચ્ચે સક્રિય કેસ છે. તો બીજી તરફ 17 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી છે.
સ્વાસ્થ્ય સચીવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, કર્ણાટક, કેરલ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, અસમ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. 26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે.
ICMR ના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, 30 એપ્રિલ 2021ના 19,45,299 ટેસ્ટ થયા, જે અત્યાર સુધી સૌથી વધુ છે. રાષ્ટ્રીય સ્તર પર પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકા છે.