ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી છે. તેમને આ ગ્રાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવી આપી છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કર્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યુ હતુ કે, જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ ધારાસભ્યની ગ્રાન્ટ પણ આપી શકશે.
રાજકોટની સીવીલ હોસ્પીટલમાં CMની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ રૂપિયાની ફાળવણી ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા ફળવાતા ટુંકાગાળામાં સીવીલ હોસ્પીટલમાં 10 ટનનો મહાકાય ઓકસીજન પ્લાન્ટ ઉભો કરવા જીલ્લા કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.