વડોદરાથી ડીસા માર્કેટયાર્ડ જઇ રહેલ પીકઅપના ચાલકને વહેલી સવારે ઝોકુ આવતા બન્યો બનાવ
પાલનપુર તાલુકાના બાદરપુરા પાટીયા પાસેથી પસાર થઇ રહેલ પીકઅપ ડાલાના ચાલકને વહેલી સવારે ઝોકુ આવી જતાં પીકઅપ ડાલું પલટી ખાઇ ગયું હતું. પીકઅપ ડાલામાં ૧૦૦ જેટલી કેરીની પેટીઓ ભરેલી હતી અને તે ડીસા માર્કેટયાર્ડ ખાતે ઉતારવા જઇ રહ્યો હતો ત્યારે બાદરપુરા પાસે આ બનાવ બન્યો હતો.
પાલનપુર તાલુકાના બાદરપુરા પાટિયા પાસે વહેલી સવારે પસાર થઈ રહેલ એક પીકઅપ ડાલાના ચાલકે ઝોકુ આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા પીકઅપ ડાલુ હાઇવે ઉપર જ પલટી ખાઇ ગયું હતું. વડોદરાથી ડીસા માર્કેટયાર્ડ ખાતે ૧૦૦ જેટલી કેરીઓની પેટીઓ ઉતારવા માટે જઇ રહેલા પીકઅપ ડાલાના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. જેમાં પીકઅપ ડાલામાં ભરેલ કેરી ભરેલી પેટીઓ રોડ પર ઠલવાઇ ગઇ હતી પરંતુ મોટી જાનહાનિની ઘટના ટળી ગઈ હતી.