કેન્દ્રની તપાસ એજન્સીએ મહેસાણા જીલ્લાની વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડ કંપની વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં તેઓએ બેન્ક પાસેથી પૈસા લઈને બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યા હતા. જેમાં સીબીઆઈ દ્વારા કંપનીના 4 ડિરેક્ટર્સ અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધી હતી. CBIની તપાસમાં મહેસાણા વિમલ ઓઈલ એન્ડ ફૂડમાં 678.93 કરોડ રૂપિયાનુ કોભાંડ સામે આવ્યું. જેમાં આરોપ છે કે, કંપનીને બેન્ક ઓફ ઈન્ડીયાના નેત્વૃત્વ વાલા કંટોર્ટિયમથી 810 કરોડની વિવિધ લોન સુવીધા મળી હતી. જેમાં આરોપીઓએ વર્ષ 2014 થી 2017 સુધી ફરજીવાડો કરી પૈસાને ડાયવર્ટ કર્યા હતા.
સીબીઆઈના મુજબ વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટીડે વિવિધ 9 બેન્કો પાસેથી ધંધાના હેતુથી 810 કરોડની લોન લીધી હતી. આ લોનની માતબર રકમમાંથી કંપનીના ડિરેક્ટર્સ સહિતના લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી કંપની સાથે કોઈ જ સંલગ્ન ન હોય તેવી પેઢીમાં આર્થિક વ્યવહારો કરી 678.93 કરોડ રૂપિયાનો ગોટાળો આચર્યો છે.
સીબીઆઈ દ્વારા આ મામલે કંપનીના અમદાવાદ, મહેસાણા સ્થિત ફેક્ટરીમાં અને આરોપીઓના રહેઠાણ સ્થળ સહિતની 6 શંકાસ્પદ જગ્યાએ તપાસ કરી હતી. અહિયા તેમને જરૂરી નિવેદનો લઈ વિમલ કંપની દ્વારા અગ્રણી બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈ ગોટાળા કરાયા હોવાનું માલુમ પડતા CBI દ્વારા વિમલ ઓઈલના 4 ડિરેક્ટર જયેશ પટેલ, મુકેશ પટેલ, દિતીન પટેલ અને મોના આચાર્ય સહિત અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અધિકારી સહીતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમને કંસોર્ટિયમના બહાર બેંક ખાતા બનાવ્યા હતા અને એવી પાર્ટીઓ સાથે લેવડ-દેવડ બતાવી હતી જે અન્ય વ્યવસાયો સાથે જોડાયેલ હતા.