ગુજરાતમાં 9 નગરપાલીકામા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા મળી મંજુરી !

May 25, 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની 9 નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો અભિનવ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે.

રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભુગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તદઅનુસાર ભુગર્ભ ગટર યોજનાના કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે અને 144 નગરપાલિકાઓમાં આવા કામો પૂર્ણ થઈ ગયા છે.

મુખ્યમંત્રીશ્રીએ હવે મંજૂર કરેલ આ 9 નગરપાલિકાઓના S.T.Pના કામો પૂર્ણ થવાથી આ નગરોના લાખોની સંખ્યામાં શહેરીજનોને લાભ મળશે અને શહેરીજીવન સુખાકારીમાં વૃધ્ધિ થશે.

એટલું જ નહિ, સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટુંક સમયમાં જ રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ લક્ષ્‍યાંક પૂર્ણ થશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0