ગુજરાતમાં ફરિવાર દલિત યુવક ઉપર મુછો રાખવા પર મોબ અટેક થયો છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના કરકથળ ગામે આ ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. જેમાં દલિત યુવક ઘરે હાજર હતો ત્યારે ગામના દંબગોએ ભેગા મળી ટોળુ બનાવી સુનિયોજિત રીતે તેની ઉપર હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં યુવકને માથાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન યુવકની બહેન વચ્ચે પડતા તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી બન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અમદાવાદના વિરમગામ તાલુકાના કરકથળ ગામનો વાઘેલા સુરેશ મગનભાઈ નામનો 22 વર્ષીય યુવક સાણંદની જીઆઈડીસીમા આવેલ એક પ્રાઈવેટ કંપનીમાં કામ પરિવારનુ ગુજરાન ચલાવે છે. 23 મે રવિવારના રોજ રાત્રીના 11 વાગ્યાની આસપાસ તે પોતાના ઘરે હાજર હતો તે દરમ્યાન તેના ગામના ઠાકોર ધમા નામના ઈસમે ફોન કરી યુવકે ફોન કરી ધમકી આપી હતી કે, તુ લાંબી મુછો કેમ રાખે છે? તુ બહાર આવ તને મારવાનો છે. ત્યાર બાદ ફરિવાર અન્ય નંબર ઉપરથી એજ શખ્સે ફોન કરી ધમકી આપી કહ્યુ હતુ કે, અમે તારા ઘરે આવીએ છીયે.
ફોન ઉપર ધમકી આપ્યા બાદ આરોપીઓ હથીયાર સાથે યુવકના ઘરે ધસી આવ્યા હતા. અને યુવકને બહાર લાવી તેને જાતીસુચક ગાળો બોલી તેની ઉપર મોબ અટેક કરી દીધો હતો. જેમાં તેની ઉપર લાકડીઓ વડે માર મરાયો હતો. બાદ ટોળા પૈકી એક શખ્સે યુવકને માથામાં ધારીયા વડે હુમલો કરી દેતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. આ હુુમલા દરમ્યાન યુવકના પરિજનો વચ્ચે પડતા યુવકની બહેન તરૂણા વચ્ચે પડતા તેને પણ ટોળાએ હથીયારો વડે ઘાયલ કરી દીધી હતી.
આ મામલો પોલીસ મથકે પહોંચતાં વિરમગામ પોલીસે 6 આરોપી વિરૂધ્ધ નામજોગ આઈપીસી અને એસસીએસટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે. યુવક જે ઈસમોને નામથી ઓળખતો નથી જેથી તેમની ઓળખાણ થઈ શકી નહોતી. પરંતુ પોલીસ તે આરોપીઓની પણ શોધખોળ કરી રહી છે.