ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિસનગર શહેરમાં રેઇડ કરી શકુનીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે ભોઇવાડા વિસ્તારમાં રેઇડ કરી હતી. આ કાર્યવાહીમા રોકડ રકમ, મોબાઇલ અને મોટર સાયકલ મળી કુલ 37,610/- નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ મામલે 4 સામે વિસનગર શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
વિસનગરના ભોઇવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેઇડ કરી પીપળાના ઝાડ નીચે ખુલ્લાં જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. આકાર્યવાહીમાં રોકડ રકમ 14,500/- મોબાઇલ ફોન નંગ-2 3000/- મોટર સાયકલ 20,000/- મળી કુલ 37,610/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં ટીમે નિકુલ ભરતભાઇ ભોઇ, રાજુ સોમાભાઇ ભોઇ, ભરત મંગળદાસ ભોઇ અને મહંમદ ઇંદ્રીસ ઇમદાદઅલી ફકીરને ઝડપી પાડી વિસનગર શહેર પોલીસ મથકે આઇપીસી 269, જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 અને મહામારી અધિનિયમની કલમ 51(b) મુજબ ગુનો નોંધ્યો છે.