મહેસાણા કોંગ્રેસના સભ્યોએ કલેક્ટને પત્ર લખી શહેરમાં વેક્સિનેશન પ્રક્રીયા ઉપર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, ભારતીય જનતા પાર્ટીના સભ્યો જે લીસ્ટ બનાવે છે તેમને જ વ્હાલા દવાલાની નીતી પ્રમાણે વેક્સિન અપાઈ રહી છે. તેમને પોતાના પત્રમાં એમ પણ કહ્યુ છે, કે લોકો સવારના 7 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે છે. તેમ છતાં અનેક લોકોને વેક્સિન મળતી નથી. જેમાં વડીલોનો પણ સમાવેશ થાય છે.
કોરોના મહામારીની બીજી લહેરમાં સરકાર દ્વારા વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે ત્યારે મહેસાણા શહેરમાં દરેક ઉમંરના લોકો સવારથી સ્વાસ્થ્ય કેેન્દ્રો પર રસી લેવા પહોંચી જતા હોય છે. પરંતુ અનેક લોકો બપોર સુધી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં પણ વેક્સિન મળતી નથી. આ મામલે મહેસાણા કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખી સ્થાનીક ભાજપના નેતાઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં તેઓ જણાવ્યુ છે કે, વેક્સિનની અછત વચ્ચે ભાજપના નેતાઓ પોતાની મનમાની રીતે લીસ્ટ તૈયાર કરે છે તેમને જ રસી મળે છે. બાકીના અન્ય લોકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતા પણ રસી વગર ઘરે પરત ફરવુ પડે છે.
મહેસાણા કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને પત્રમાં જણાવ્યુ છે કે, વ્હાલા દવાલાની નીતી અખત્યાર કરાઈ રહી હોવાથી સ્થાનીક ભાજપના નેતાઓને રસીકરણ કેન્દ્રો પરથી દુર રાખવામાં આવે જેથી લોકોને વહેલા તે પહેલાની નિતીએ રસી મળી રહે.