ગરવી તાકાત
વરસાદના કારણે રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા જેમ તેમ કરી બનાવેલા રોડ તો તુટી જવા પામતા હોય છે પંરતુ આજે એવી જ એક તંત્રની ગેરકાળજીના કારણે લોકોને હાલાંકીનો સામેનો કરવો પડશે એવી ખબર સામે આવી છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ જેની ઉંચાઈ 150 ફુટ અને લંબાઈ 4000 ફુટ છે અને આ ડેમની કુલ ક્ષમતા 907.88 ક્યુસેક છે. જે ધરોઇ ડેમ ચોમાસાના વરસાદના કારણે પાણીથી ભરાઈ જતા તેના પાણીની જાવક માટે તેના બે દરવાજા ખોલવાની ફરજ તંત્રને પડી હતી.
આ પણ વાંચો – પાટીલ મહેસાણાથી ગયા શુ, મહેસાણા પોલીસે ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવ્યો
જેથી ધરોઇ ડેમના દરવાજામાંથી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ આયોજન અને ગણતરીઓ કર્યા વગર આડેધડ પાણી છોડવા માટે દરવાજા ખોલી દેવાયા હતા જેથી નદીના વહેણમાં આવતા હેઠેવાસમાં નદીમાંથી પસાર થતાં NH-58 સતલાસણા-વડાલી રોડ તુટી ગયેલ છે. જેથી કાર્યપાલક ઇજનેર મુખ્ય બંધ વિભાગે ધરોઇ ડેમની બંધ સલામતી તેમજ પૂર નિયંત્રણ કામગીરીને ધ્યાને રાખી આ બંધ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર રોક મુકી દીધી છે.માટે હવે આ રોડ ઉપરથી પસાર થનારા લોકોને તંત્રની ગેરકાળજીના કારણે લોકોની હાલાંકીમા બીજો એક વધારો થઈ ગયો છે.