હજુ ગઈ કાલે જ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસ દરમ્યાન મહેસાણામાં મોટી રેલી યોજાઈ હતી. જે શહેરના મુખ્યમાર્ગ ગુરૂદ્નાર થી લઈ છેક ટાઉનહોલ સુધી લાઉડ સ્પીકર અને વરઘોડા સાથે નીકળી હતી. તેમની પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ભેગા થયેલ હતા, જેમાં સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ રેલીમાં આવેલ મોટી સંખ્યાના લોકોને ખુદ પોલીસ જ પ્રોટેક્શન આપી રહી હતી.
હવે જ્યારે સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના મહેસાણાનો પ્રવાસ ખેડી અહીથી અરવલ્લી પહોંચી ગયા ત્યારે તુરંત જ મહેસાણા પોલીસે એક જાહેરનામુ બહાર પાડી ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ મુકી દીધો છે. આ પ્રતીબંધ મુકવાથી પોલીસની કાર્યવાહી અને તેમની સ્વતંત્રતા ઉપર અનેક સવાલો થઈ શકે એમ છે. કેમ કે ગઈ કાલે મહેસાણાને એવુ તો ક્યુ આવરણ ઓઢાડવામાં આવ્યુ હતુ કે જેનાથી અનેક લોકો ભેગા થવા છતા પણ કોરોના સંક્રમણ નહી ફેલાત?
આ પણ વાંચો – સી.આર.પાટીલની મહેસાણામાં યોજાયેલ રેલીમાં સોશયલ ડીસ્ટન્સના ઉડ્યા લીરે-લીરા
મહેસાણા પોલીસના આ પ્રતીબંધમા ધરણા-રેલી,સરઘસ,દેખાવો વગેરે જેવા કાર્યક્રમમો અને ચાર કે તેથી વધુ માણસો એકત્રીત ન થાય એમ જાહેરનામુ બહારપાડી આદેશ ફરમાવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ આદેશ નો અનાદર કરશે તો તેમની ઉપર ગુજરાત પોલીસ અધિનીયમ 1951 ની કલમ 37(3) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનુ આ પ્રકારનુ વલણ માત્ર મહેસાણા જીલ્લાને જ લાગુ નથી પડતુ પરંતુ રાજ્યના બીજા અનેક વિસ્તારોની પોલીસ પણ સત્તારૂઢ પાર્ટી સાથે નરમ અને અન્ય સાથે ગરમ વલણ દાખવતા જોવા મળે છે.
જ્યા સુંધી કોરોના વાઈરસનો ખતરો ટળી ના જાય ત્યાં સુધી આ પ્રકારના જાહેરનામાંનુ દેશ કે રાજ્યના દરેક નાગરીક અને સંગઠને તેનુ પાલન કરવુ જોઈયે પંરતુ પોલીસ, સત્તારૂઢ પાર્ટીના નેતાઓની રેલીઓ અને અન્ય રાજકીય કાર્યક્રમોને કરતા હજુ સુધી અટકાવી શકી નથી. સોશીયલ ડીસ્ટન્સના નામે જ્યારે એલ.આર.ડી. ના ઉમેદવારો તેમની વાત રજુ કરવા આવે ત્યારે તેમની અટકાયત કરી લેવાઈ છે. JEE-NEET ની એક્ઝામને રદ કરવા આવેદન આપવા આવેલ વિધાર્થીઓ તથા શ્રેય હોસ્પીટલાન ગુનેગારો વિરૂધ્ધ FIR દાખલ થાય. એ માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવા આવેલ તેમના કાર્યકર્તાઓની ધરપકડ પોલીસે સોશ્યીલ ડીસ્ટન્ટના નામે કરી હતી.