ગરવી તાકાત
ચીનનું આ નિવેદન એવા પ્રસંગે આવ્યું છે જ્યારે ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનો 5 સપ્ટેમ્બરે રશિયાના મોસ્કોમાં મળ્યા હતા. જેમા બન્ને પક્ષોએ પરીપક્વતા દાખવવાની વાત કરી હતી.
વાસ્તવિક નિયંત્રણ લાઇન પર પેંગોંગ લેકની દક્ષિણી તટ ભારત અને ચીન વચ્ચે ઘર્ષણનુ નવું કેન્દ્ર બની ગયું છે. ચીનના પ્રવક્તા ઝાંગ શિયુલીએ દાવો કર્યો છે કે ભારતીય સૈનિકોએ ચેતવણીમાં ગોળી ચલાવી હતી.
ચીને ગત સોમવારે રાત્રે દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ પેંગોંગ લેકની દક્ષિણ કાંઠે આવેલા શેનપાઓ પર્વતોમાં ચેતવણી આપતા ગોળી ચલાવી હતી. જો કે ભારતે આ દાવાઓને એકદમ નકારી દીધા છે અને ચીનને પરિસ્થિતિ ઉશ્કેરવા માટે દોષી ઠેરવ્યો છે. ચાઇનાના નિવેદનમાં જણાવ્યા અનુસાર સોમવારે ભારતીય સેનાના જવાનોએ પેંગોંગ તળાવ નજીક નિયંત્રણ રેખાને પાર કરી હોવાના અહેવાલ છે.આ ક્ષેત્ર તાજેતરમાં બંને દેશો વચ્ચેના ગતીરોધ માટે નવુ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યુ છે. ભારતે કહ્યું હતું કે ચીની સૈનિકોએ 29 અને 31 ઓગસ્ટના રોજ બે વખત એલ.એ.સી.ને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાઈનાએ દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ ‘ચીની સરહદ પર પેટ્રોલિંગ કરતા સૈનિકો પર ચેતવણી આપતા ગોળી ચલાવી હતી‘. આને પગલે ‘પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા ચીની સૈનિકોને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
‘ચીનના પ્રવક્તા ઝાંગ શિઉલીએ દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ ‘બંને પક્ષો દ્વારા કરાયેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો અને સરળતાથી ગેરસમજણો થશે, જે ગંભીર લશ્કરી ઉશ્કેરણી અને ઘૃણાસ્પદ કૃત્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે આ જોખમી પગલાંને તાત્કાલિક ભારતીય બાજુથી રોકવા, એલએસી પાર કરતા સૈનિકોને હટાવવા, સરહદ સૈનિકોને સખત નિયંત્રણ કરવા, ફાયરિંગના કેસમાં ગંભીરતાથી તપાસ કરવા અને તે કર્મચારીઓને સજા કરી શકીયે અને ફરીવાર આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવી માંગ કરીયે છીયે.
ભારતીય સેનાએ ચાઈનીઝ દાવાઓને ફગાવ્યા
જો કે, ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી એલ.એ.સી. પર કોઈ ગોળી ચલાવવામાં આવી નથી. તેમણે કહ્યું કે ચીન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી ભારતીય સેનાએ કહ્યું કે, ચીની સૈનિકો ભારતીય આગળની ચોકીની નજીક આવી ગયા હતા અને તેમણે હવાઇ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે ‘ભારે ઉશ્કેરણી છતાં ભારતના સૈનિકોએ સંયમ રાખ્યો અને પરિપક્વ અને જવાબદાર વર્તન કર્યું.‘ભારતીય સેનાએ વધુમાં કહ્યું કે તેઓ સરહદ પર શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ કિંમતે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને સમર્થન આપવામાં આવશે. ચીનનો વિચાર ઘરેલું અને આંતરરાષ્ટ્રીય નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.વર્તમાન કટોકટી અંગે ભારતે કહ્યું છે કે તેના સૈનિકો બોર્ડર મેનેજમેન્ટમાં સારી રીતે વાકેફ છે અને તેમણે એ પણ વાતને નકારી કાઢી છે કે તેઓએ ક્યારેય એલએસીને પાર કરી છે. ભારતે કહ્યું છે કે એલએસી સાથેના દ્વિપક્ષીય કરારનું પાલન ન કરતા ચીની સૈનિકો લશ્કરી કવાયતની પ્રકૃતિ વિશે એકબીજાને જાણ ન કરતા હાલની સ્થિતિ ઉભી થઈ છે.